Newsreach Viral
Others

ICC ODI Ranking: કોહલીની બેટિંગમાં બાદશાહત યથાવત્

ICC ODI Ranking: કોહલીની બેટિંગમાં બાદશાહત યથાવત્ 38

ન્યૂઝીલેન્ડમાં જસપ્રીત બુમરાહની બોલિંગ બેઅસર સાબિત થઇ છે. ભારતે ન્યૂઝીલેન્ડ સામે વન ડે સીરીઝ 0-3થી ગુમાવી છે. બુમરાહને આ ત્રણ મેચમાં એકપણ વિકેટ ન મળી. આ નિરાશાજનક પ્રદર્શન પછી બુમરાહનો નંબર-1નો તાજ પણ છિનવાય ગયો છે.

આઇસીસી દ્વારા આજે જાહેર કરાયેલી રેકિંગમાં 26 વર્ષના જસપ્રીત બુમરાહને એક સ્થાનનું નુકસાન થયું છે. ભારતીય આ સ્ટાર બોલર હવે બીજા નંબરે પહોંચ્યો છે.

ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર બોલ્ટ એક સ્થાનનો ફાયદો થયો છે. હવે તે પહેલા નંબર પર પહોંચ્યો છે. બોલ્ટના 727, જ્યારે બુમરાહના 719 અંક છે. 18 વર્ષના અફઘાનના ઓફ સ્પિનર મુજીર ઉર રહેમાન (701) ત્રીજા નંબર પર છે.

જ્યારે બેટસમેનની વાત કરીએ તો વિરાટ કોહલી રેકિંગમાં નંબર-1 યથાવત છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વન ડે શ્રેણીમાં વિરાટ 51, 15 અને 9 રનની ઇનિંગ્સ રમી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્મા ક્રમશઃ 869 અને 855 અંક સાથે પહેલા અને બીજા નંબર પર છે. ઇજાગ્રસ્ત રોહિત શર્માંએ ન્યૂઝીલેન્ડ સામેની વન ડે શ્રેણી રમી નહોતી.

પાકિસ્તાનના બાબર આઝમ 829 પોઇન્ટ સાથે ત્રીજા નંબર છે. ન્યૂઝીલેન્ડના અનુભવી રોસ ટેલર ભારત વિરુદ્ધ પ્લેયર ઓફ ધ સીરીઝ રહ્યાં. જેનાથી તેને એક પોઇન્ટનો ફાયદો થયો અને હવે 828 નંબર સાથે ચોથા નંબર પર છે.

સંબંધિત સમાચાર

एक टिप्पणी द्या