Newsreach Viral
Central Gujarat

બોડેલીમાં નાયબ મામલતદાર અને સ્ટેમ્પ વેન્ડર વચ્ચેની બબાલનો વિડિયો વાયરલ

બોડેલીમાં નાયબ મામલતદાર અને સ્ટેમ્પ વેન્ડર વચ્ચેની બબાલનો વિડિયો વાયરલ 38

બોડેલી તાલુકા સેવાસદન કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદારનો સ્ટેમ્પ વેન્ડર સાથે થયેલી બબાલનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વિડિયો વાઇરલ થતા સમગ્ર જિલ્લામાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ વિડિયોમાં ના.મામલતદાર હાથમાં પાટિયું લઈ સ્ટેમ્પ વેન્ડર સાથે ચકમક કરતા હોવાનો વિડિઓ સોશ્યલ મીડિયમાં વાઇરલ થયો હતો.

બોડેલી તાલુકા સેવા સદન કચેરીમાં ૧૪ નંબરની રૂમમાં મહિલા નાયબ મામલતદાર બેસે છે પરંતુ ઓફિસ ના બે વિભાગ પડતા તિજોરી મૂકી દીધી છે. આ રૂમ માં ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ સહિતની સરકારી કામગીરી થતી હોય છે. નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ચંદ્રિકા પરમારનો સ્ટેમ્પ વેન્ડર સાથે થયેલી બબાલનો વિડિઓ સોશ્યલ મીડિયા માં વાઇરલ થયો હતો. આ વિડિયોમાં નાયબ મામલતદાર વિફરેલા નજરે પડે છે કેમ ટેબલ કૂદી ઓફિમાં પ્રવેશ કર્યા તે બાબતે ગુસ્સામાં હાથમાં પાટિયું લઈ સ્ટેમ્પ વેન્ડર ચકમક કરતા વિડિયો કોઈકે વિડિઓ સોશ્યલ મીડિયમાં વાઇરલ થયો હતો, તો બીજી તરફ ૧૪ નંબરની રૂમમાં સરકારી કામગીરી અર્થે અરજદારો પણ આવતા હોઈ છે પરંતુ રૂમમાં બે વિભાગ પડતા હવે અરજદારો પણ મુશ્કેલીમાં મુકાયા છે. રૂમમાં આડ કેમ કરવામાં આવી તે બાબતે જિલ્લા તેમજ તાલુકામાં ચર્ચા એ જોર પકડ્યું છે.

સંબંધિત સમાચાર

एक टिप्पणी द्या