Newsreach Viral
business Crime Crime, Disaster, Accident Education Entertainment International Knowledge Lifestyle Lifestyle Fashion National Politics Sports Technology Top News

2 ઓક્ટોબરથી દક્ષિણ આફ્રિકા સામે શરૂ થશે ટેસ્ટ સિરીઝ

2 ઓક્ટોબરથી દક્ષિણ આફ્રિકા સામે શરૂ થશે ટેસ્ટ સિરીઝ 38

ક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલા પ્રેક્ટિસ મેચમાં રોહિત શર્મા શૂન્ય પર આઉટ થઇ ગયો હતો. ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચના અંતિમ દિવસે શનિવારે રોહિત માત્ર બે બોલ રમી શક્યો હતો.

રોહિતે મયંક અગ્રવાલની સાથે પ્રથમ વખત રેડ બોલ ક્રિકેટમાં ઇનિંગ્સની શરૂઆત કરી અને ઝડપી બોલર વર્નોન ફિલાન્ડરનો શિકાર બન્યો. હેનરિક ક્લાસેને તેનો કેચ પકડ્યો.

ભારતીય વનડે ટીમમાં ઓપનરની ભૂમિકા ભજવનાર રોહિત ટેસ્ટ ક્રિકેટમાં દેશ માટે મધ્યમ ક્રમમાં રમ્યો છે, પરંતુ લોકેશ રાહુલના ખરાબ પ્રદર્શનને કારણે ટીમ મેનેજમેન્ટ દ્રારા 2 ઓક્ટોબરથી દક્ષિણ આફ્રિકા સામે શરૂ થનારી ટેસ્ટ સિરીઝમાં રોહિતને ઓપનર બેસ્ટમેન તરીકે મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રોહિતે ભારત માટે અત્યાર સુધીમાં 27 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે કુલ 1585 રન બનાવ્યા છે. જેમાં ત્રણ સદી અને 10 અડધી સદીનો સમાવેશ છે.

સંબંધિત સમાચાર

एक टिप्पणी द्या