Newsreach Viral
business Crime Crime, Disaster, Accident Education Entertainment International Knowledge Lifestyle Lifestyle Fashion National Politics Sports Technology બ્રેકીંગ ન્યુઝ

શું મતલબ છે ‘Howdy Modi’ કાર્યક્રમનો?

શું મતલબ છે ‘Howdy Modi’ કાર્યક્રમનો? 38

‘Howdy Modi’ માં 50 હજારથી વધૂ ભારતીય મૂળના અમેરિકન્સ ભાગ લેશે 

અમેરિકામાં થનારા Howdy Modi કાર્યક્રમ પર સમગ્ર વિશ્વની નજર છે. આ કાર્યક્રમ ખાસ કરીને પીએમ મોદી માટે આયોજીત કરવામાં આવી રહ્યો છે. ‘Howdy Modi’ માં અમેરિકામાં રહેતા લગભગ 50 હજારથી વધારે ભારતીયો ભાગ લેશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રંપ ભારતીય મૂળ અમેરિકન્સને સંબોધિત કરશે. સંભાવનાઓ છે કે, ટ્રંપની સાથે-સાથે અમેરિકાના દિગ્ગજ નેતાઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લે. 

આ કાર્યક્રમમાં એનઆરજી સ્ટેડિયમ, હ્યૂસ્ટનમાં 22 સપ્ટેમ્બરે યોજાશે. Howdy Modi અમેરિકા અને ભારતના સંબંધને ધ્યાનમાં રાખીને મહત્વનો કાર્યક્રમ માનવામાં આવી રહ્યો છે. જેનો મુખ્ય હેતુ બંને દેશોના અધિકારીઓ વચ્ચે તનાવપૂર્ણ વેપારી ચર્ચા અને કાશ્મીર મુદ્દે સરકારની ટીકા વચ્ચે વડાપ્રધાન પ્રત્યે અમેરિકાનું સમર્થન દર્શાવવાનો છે. 

ઉલ્લેખનીય છે કે ટ્રંપે ફરિયાદ કરી હતી કે, ભારત દ્વારા અમેરિકન ઉત્પાદનો પર લગાવવામાં આવેલા વેરા હવે સ્વીકાર્ય નથી, જે પછી બંને દેશો વચ્ચે વેપારી સંબંધોમાં તણાવ ઉભો થયો હતો. 

શું મતલબ છે Howdy Modi કાર્યક્રમનો?

Howdyશબ્દનો મતલબ થાય છે  How Do you Do, એટલે કે તમે કેમ છો? Howdy શબ્દ How Do you Doનું શોર્ટફોમ છે. આ શબ્દ અમેરિકન સમાજમાં પ્રચલિત છે અને હવે ધીમે ધીમે બહારની દુનિયાના સમાજ તેને અપનાવી રહ્યા છે. જો કે અમેરિકાના દક્ષિણ રાજ્યોમાં આ શબ્દનો પ્રયોગ સામાન્ય છે. 

કોણ છે Howdy Modi કાર્યક્રમના આયોજકો?

Howdy Modi કાર્યક્રમનું આયોજન ટેક્સાસ ઇન્ડિયા ફોરમ કરી રહ્યું છે. ટેક્સાસ ઇન્ડિયા ફોરમ એક નોન પ્રોફિટ સંસ્થા છે જેનું કામ ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો સુધારવાનું છે. Howdy Modi કાર્યક્રમ 1 હજારથી વધારે વોલિન્ટિયર્સ અને 650 ટેક્સાસમાં સ્થિત વેલકમ પાર્ટનર ઓર્ગેનાઇઝેશનના સહયોગથી આયોજીત કરવામાં આવ્યો છે. 

સંબંધિત સમાચાર

एक टिप्पणी द्या