Newsreach Viral
ahemdabad

અમદાવાદ : ૨૧ વર્ષીય યુવાન પાસે મિત્રની માતા એ પૈસા માંગ્યા, યુવાન એ મહિલાના શરીર પર હાથ ફેરવતા કરી આ માંગ …

અમદાવાદ : ૨૧ વર્ષીય યુવાન પાસે મિત્રની માતા એ પૈસા માંગ્યા, યુવાન એ મહિલાના શરીર પર હાથ ફેરવતા કરી આ માંગ ... 38

અમદાવાદ : રાજ્યમાં રોજ રોજ મહિલાઓની છેડતી ના અવનવા કિસ્સાઓ જોવા મળતા જ હોય છે. દિવસે ને દિવસે આ કિસ્સાઓ માં વધારો થઈ રહ્યો છે. આ કળિયુગ માં કઈ પણ થઈ શકે છે. કોરોના વાયરસ ના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન થયું હતું અને એટલે જ લગભગ તમામ ધંધાઓ ઠપ થઈ ગયા છે. એવામાં અમદાવાદ માં એક મહિલાનો પતિ બીમાર હોવાથી તેણે પોતાના દીકરાના મિત્ર પાસે પૈસા ની મદદ માંગી હતી અને ત્યારબાદ જે થયું તે ચોંકાવનારું હતું .

વાત જાણે એમ છે કે અમદાવાદ ના વેજલપુર વિસ્તારમાં રહેતી એક ૩૯ વર્ષીય મહિલાએ તેનો પતિ બીમાર હોવાથી તેની સારવાર માટે તેના દીકરાના એક ૨૧ વર્ષીય મિત્ર પાસે મદદ માંગી હતી. મહિલાએ ૧૫૦૦૦ હજાર રૂપિયાની મદદ માંગી હતી. ત્યારબાદ યુવક એ કહ્યું કે હું મદદ તો કરું પણ સામે મને શું મળશે ? જેના જવાબમાં મહિલા એ કહ્યું કે હું તને વ્યાજ આપી દઇશ. પણ યુવકે કહ્યું કે મારે વ્યાજ નથી જોતું પણ તમારે મારી સાથે શારીરક સંબંધ બાંધવા પડશે. આ માંગણી મહિલાએ નકારી હતી અને ત્યારબાદ યુવકે ધમકી પણ આપી હતી કે આ વાત કોઈને પણ કરતાં નહીં નકર તમારો છોકરો રાત્રે બહાર ફરતો હોય છે જોઈ લઇશ એને. આ ઘટના બાદ મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી.

સંબંધિત સમાચાર

एक टिप्पणी द्या