Newsreach Viral
Others

પ્રદેશ પ્રમુખે બેઠકોની સમીક્ષા ચાલુ કરી,પાટીલના આગમનથી પેટાચૂંટણી માટે વાઘાણીએ નક્કી કરેલા ઉમેદવાર કપાશે,

પ્રદેશ પ્રમુખે બેઠકોની સમીક્ષા ચાલુ કરી,પાટીલના આગમનથી પેટાચૂંટણી માટે વાઘાણીએ નક્કી કરેલા ઉમેદવાર કપાશે, 40

પ્રદેશ પ્રમુખે બેઠકોની સમીક્ષા ચાલુ કરી,પાટીલના આગમનથી પેટાચૂંટણી માટે વાઘાણીએ નક્કી કરેલા ઉમેદવાર કપાશે, 41

ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલના આવ્યા બાદ હવે પેટાચૂંટણીના ગણિત બદલાઈ રહ્યાં છે. નવા પ્રમુખ નવા સમીકરણો સાથે ચૂંટણી લડવા માંગે છે અને એટલે જ અગાઉના પ્રમુખ નક્કી કરીને બેઠેલાં ઉમેદવારોને ન લડાવવા તેવો વ્યૂહ તેઓ અપનાવી રહ્યા હોવાનું ભાજપના સૂત્રો જણાવે છે. પાટીલ સ્વતંત્ર રીતે કામ લેવાની વૃત્તિના હોવાથી અગાઉની ભાજપની ટીમે કરેલા કેટલાંક કામોમાં તેઓ ઘણી કચાશ જોઇ રહ્યા છે.

 

પ્રદેશ પ્રમુખ તમામ બેઠકોની સમીક્ષા કરશે
સૂત્રોના જણાવ્યા અનુસાર પાટીલ હાઇ કમાન્ડને આ તમામ આઠેય બેઠકો જીતાડી આપવાની ગણતરી રાખી રહ્યા છે. જેથી પ્રમુખ તરીકે આવ્યા બાદ શાનદાર જીતથી ગુજરાતના રાજકારણમાં પણ તેઓ છવાઇ જવા માગે છે. પાટીલે પોતાની રીતે તમામ બેઠકોની સમીક્ષા હાલ શરૂ કરી છે અને એટલે જ હવે તેઓ અગાઉના પ્રદેશ પ્રમુખે નક્કી કર્યાં પ્રમાણેના ઉમેદવારો સાથે સહમત નથી. અગાઉ વાઘાણીએ ભાજપમાં જોડાયેલા પાંચેય ધારાસભ્યોને ટિકિટ મળશે તેવું કહીને ગયા છે.

 

કોંગ્રેસમાંથી આવેલા 2 જીતે તેવી શક્યતા
પાટીલની ટીમના મતે ભાજપમાં જોડાયેલા પાંચેય ભૂતપૂર્વ કોંગ્રેસી ધારાસભ્યો જીતુ ચૌધરી, જેવી કાકડીયા, અક્ષય પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા અને બ્રિજેશ મેરજા પૈકી માંડ બે જ ચૂંટણી જીતી શકે તેવા હાલ સમીકરણો હોવાથી હવે તેઓને ડ્રોપ કરાય તેવું પણ બને. હાલ પાટીલ પ્રદ્યુમનસિંહ જાડેજા અને જેવી કાકડીયા જીતી શકે તેમ માને છે જ્યારે બાકીના તમામ માટે ફરીથી મંથન કરવું પડશે તેમ લાગી રહ્યું છે.

 

પ્રદેશ પ્રમુખે બેઠકોની સમીક્ષા ચાલુ કરી,પાટીલના આગમનથી પેટાચૂંટણી માટે વાઘાણીએ નક્કી કરેલા ઉમેદવાર કપાશે, 42

કેટલાક પૂર્વ કોંગી MLA રૂપાણીના શરણે
સી આર પાટીલ હવે તેમને ટીકીટ નહીં આપે તેવું લાગતાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલાં બે ધારાસભ્યો ગાંધીનગરમાં આંટા મારી રહ્યા છે. હવે તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના શરણે આવ્યા છે. તેઓ ટિકિટ માટે હવે આ બન્ને નેતાઓના હસ્તક્ષેપની આશા રાખે છે.

સંબંધિત સમાચાર

एक टिप्पणी द्या