Newsreach Viral
Others

MUMBAI INDIANS 809 કરોડની વેલ્યૂ સાથે ટોચના ક્રમે,IPLની બ્રાન્ડ વેલ્યૂ 13.5% વધી

MUMBAI INDIANS 809 કરોડની વેલ્યૂ સાથે ટોચના ક્રમે,IPLની બ્રાન્ડ વેલ્યૂ 13.5% વધી 40

કોરોના વાઇરસની મહામારીએ વિશ્વભરમાં રમતજગતને તોતિંગ નુકસાન પહોંચાડયું છે. આ સ્થિતિમાં માત્ર ડલાસ કાઉબોય્ઝ ટીમ જ એવી છે જેને સર્વાધિક ફાયદો થયો છે. આ ટીમે ૨૦૧૮માં ૪૨૦ બિલિયન ડોલર (લગભગ ૩૧૪૭ કરોડ રૂપિયા)નો ફાયદો થયો હતો. આ વર્લ્ડ ઓફ સ્પોર્ટ્સમાં કોઇ પણ ટીમની એક વર્ષની આવકનો પણ રેકોર્ડ છે. ટોપ-૫૦ મોસ્ટ વેલ્યૂએબલ ટીમોમાં એક પણ ક્રિકેટ ટીમ નથી. આ યાદીમાં અમેરિકાની નેશનલ ફૂટબોલ (રગ્બી) લીગ એનએફએલની ૨૭ ટીમો છે. ત્યારબાદ બીજા ક્રમે અમેરિકન નેશનલ બાસ્કેટબોલ એસોસિયેશનની (એનબીએ)ની નવ ટીમો છે. ટોપ-૫ ટીમોમાં પણ એનબીએ ટીમોનો દબદબો રહ્યો છે અને ત્રણ ટીમો ટોપ-૫માં સામેલ છે.

 

MUMBAI INDIANS 809 કરોડની વેલ્યૂ સાથે ટોચના ક્રમે,IPLની બ્રાન્ડ વેલ્યૂ 13.5% વધી 41

વર્લ્ડ ઓફ સ્પોર્ટ્સમાં મોસ્ટ વેલ્યૂએબલ ટીમની યાદીમાં અમેરિકાની રગ્બી ટીમ ડલાસ કાઉબોય્ઝ સતત પાંચમા વર્ષે ટોચના ક્રમે છે. ૨૦૨૦ના વર્ષમાં તેની બ્રાન્ડ વેલ્યૂ ૫.૫ બિલિયન ડોલર (લગભગ ૪૧,૨૧૧ કરોડ રૂપિયા) આંકવામાં આવી છે. ડલાસ ટીમની આ બ્રાન્ડ વેલ્યૂ ઇન્ડિયન પ્રીમિયર લીગની સૌથી મોંઘી મુંબઇ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝી કરતાં પાંચ ગણી વધારે છે. આઇપીએલની કુલ બ્રાન્ડ વેલ્યૂ ૪૭,૫૦૦ કરોડ રૂપિયા છે અને બીસીસીઆઇની આ લીગ ડલાસ કરતાં માત્ર ૬,૨૮૯ કરોડ રૂપિયા વધારે છે.

 

MUMBAI INDIANS 809 કરોડની વેલ્યૂ સાથે ટોચના ક્રમે,IPLની બ્રાન્ડ વેલ્યૂ 13.5% વધી 42

બીસીસીઆઇની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૩મી સિઝનના આયોજન અંગેના અંતિમ નિર્ણય લેવાઇ ચૂક્યો છે અને આ વખતે કોરોના વાઇરસના કારણે પ્રત્યેક ફ્રેન્ચાઇઝીઓને બાયો-બબલ સિસ્ટમનો વધારાનો ખર્ચ થશે. જોકે ગ્લોબલ એડવાઇઝર કંપની ડફ એન્ડ ફેલપ્સે ૨૦૧૯માં આઇપીએલની બ્રાન્ડ વેલ્યૂ અંગે એક રિપોર્ટ જારી કર્યો હતો. આ રિપોર્ટના અનુસાર આઇપીએલની બ્રાન્ડ વેલ્યૂ ૨૦૧૮ની સરખામણીમાં ૨૧૯માં ૧૩.૫ % વધી ગઇ છે. ૨૦૧૮માં બીસીસીઆઇની આ ટી૨૦ લીગની વેલ્યૂ ૪૧ હજાર ૮૦૦ કરોડ રૂપિયા હતી જે ૨૦૧૯માં વધીને ૪૭ હજાર ૫૦૦ કરોડ રૂપિયા થઇ છે. માત્ર આઇપીએલની જ નહીં પરંતુ આ લીગમાં રમાનાર તમામ ફ્રેન્ચાઇઝીની બ્રાન્ડ વેલ્યૂ પણ સતત વધતી રહી છે. ચાર વખત ચેમ્પિયન બનેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ૮૦૯ કરોડની બ્રાન્ડ વેલ્યૂ સાથે ટોચના ક્રમે છે. ત્યારબાદ ચેન્નઇ સુપર કિંગ્સ છે. મુંબઇની બ્રાન્ડ વેલ્યૂ ૨૦૧૮માં ૭૪૬ કરોડ રૂપિયા હતી જે ૨૦૧૯માં ૮.૫ % વધી ગઇ છે.

ટીમ                              બ્રાન્ડ વેલ્યૂ     બ્રાન્ડ વેલ્યૂ     લીડ-                  

                                      (૨૦૧૮)     (૨૦૧૮)        પીછેહઠ

મુંબઇ ઇન્ડિયન્સ              ૭૪૬           ૮૦૯           +૮.૫ %

ચેન્નઇ સુપર કિંગ્સ            ૬૪૭           ૭૪૬           +૧૩.૧ %

કોલકાતા નાઇટ રાઇડર્સ ૬૮૬           ૬૨૯           -૮.૩ %

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૬૪૭           ૫૯૫           -૮.૦ %

સનરાઇઝર્સ હૈદરાબાદ     ૪૬૨           ૪૮૩           +૪.૬ %

દિલ્હી કેપિટલ્સ                 ૩૪૩           ૩૭૪           +૮.૯ %

કિંગ્સ ઇલેવન પંજાબ        ૩૪૩           ૩૫૮           +૪.૩૫ %

રાજસ્થાન રોયલ્સ            ૨૮૪           ૨૭૧           -૪.૫ %

સંબંધિત સમાચાર

एक टिप्पणी द्या