Newsreach Viral
Buisness Bollywood business Business|Technology

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, ભલે લોન લેવી પડે પણ હું મારા સ્ટાફને પગાર અવશ્ય આપીશ

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, ભલે લોન લેવી પડે પણ હું મારા સ્ટાફને પગાર અવશ્ય આપીશ 38

હાલ દેશમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. એવામાં બોલિવૂડ સેલેબ્સ જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવી રહ્યાં છે અને કેટલાક સ્ટાર્સે પીએફ રિલીફ ફંડમાં પણ દિલ ખોલીને દાન કર્યું છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટર દિપક ડોબરિયાલે કહ્યું કે, આ સંકટ સમયમાં તે પોતાના સ્ટાફની સાથે છે અને ગમે તે થઈ જાય તે તેના સ્ટાફને સેલરી અવશ્ય આપશે.

તનુ વેડ્સ મનુ, પ્રેમ રતન ધન પાયો, અંગ્રેજી મીડિયમ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલાં અને પોતાની કોમેડીથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવનારા એક્ટર દિપક ડોબરિયાલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું- મને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે જ્યારે અમારા જેવા લોકો આ  મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ત્યારે ગરીબ લોકો તેનો સામનો કેવી રીતે કરી રહ્યાં હશે? તેણે આ વાતચીતમાં જણાવ્યું કે, મારા માટે કુલ 6-7 લોકો કામ કરે છે. દરેકનું કામ અલગ અલગ છે. મેં મારા સ્ટાફને વચન આપ્યું છે કે, હું તેમને પગાર આપીશ, પછી ભલે માટે તેના માટે લોન લેવી પડે. હું કંઈપણ કરીને એ લોકોનું ધ્યાન રાખીશ.

સંબંધિત સમાચાર

एक टिप्पणी द्या