Skip links

ભારતી અને તેના પતિ હર્ષની જામીન અરજી પર આજે સુનવાઈ થશે, ડ્રગ્સ કેસમાં 4 ડિસેમ્બર સુધી કસ્ટડીમાં છે

કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની જામીન અરજી પર આજે કોર્ટમાં સુનાવણી થશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ગાંજો લેવાના આરોપમાં ભારતીને શનિવારે અને હર્ષને રવિવારે અરેસ્ટ કર્યાં હતાં. રવિવારે જ બંનેને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે તેમને 4 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધાં છે. ભારતીને કલ્યાણ જેલમાં અને હર્ષને તલોજા જેલમાં રખાયાં છે.

ભારતી અને તેના પતિ હર્ષની જામીન અરજી પર આજે સુનવાઈ થશે, ડ્રગ્સ કેસમાં 4 ડિસેમ્બર સુધી કસ્ટડીમાં છે 1NCBએ ભારતીની જ્યુડિશિયલ કસ્ટડી અને હર્ષની રિમાન્ડ માગ્યા હતા, પણ કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધાં છે. હર્ષ અને ભારતીએ જામીન માટે અરજી કરી છે, જેની આજે કોર્ટમાં સુનાવણી થશે. આ કેસમાં શુક્રવારે અરેસ્ટ થયેલા 2 ડ્રગ્સ પેડલર્સને કોર્ટે 25 નવેમ્બર સુધી NCBની રિમાન્ડ પર મોકલ્યા છે.

Advertisement

ભારતી અને તેના પતિ હર્ષની જામીન અરજી પર આજે સુનવાઈ થશે, ડ્રગ્સ કેસમાં 4 ડિસેમ્બર સુધી કસ્ટડીમાં છે 2કોર્ટે કહ્યું હતું કે ભારતી અને હર્ષનાં ઘર-ઓફિસમાં મળેલા ગાંજાનું પ્રમાણ ઓછું છે. આ માત્ર વપરાશનો કેસ છે, માટે પોલીસ કસ્ટડીની જરૂર નથી. કોર્ટે એવું પણ કહ્યું હતું કે જે કલમ હેઠળ બંનેને અરેસ્ટ કરવામાં આવ્યાં છે તેમાં માત્ર એક વર્ષની સજાનું પ્રાવધાન છે, માટે પણ રિમાન્ડની જરૂર નથી.

ભારતી અને તેના પતિ હર્ષની જામીન અરજી પર આજે સુનવાઈ થશે, ડ્રગ્સ કેસમાં 4 ડિસેમ્બર સુધી કસ્ટડીમાં છે 3NCBએ 18 કલાક પૂછપરછ કર્યા બાદ રવિવાર સવારે હર્ષને અરેસ્ટ કર્યો હતો. તેના પર નાર્કોટિક્સ એક્ટ- 1986ની કલમ 27A લગાવવામાં આવી છે, એટલે કે ડ્રગ્સના ફાઇનાન્સ અને ટ્રાન્સપોર્ટેશનની કલમ લગાવવામાં આવી છે. આ પહેલાં ભારતીની શનિવારે 3.5 કલાક પૂછપરછ કરવામાં આવી અને ત્યાર બાદ તેને અરેસ્ટ કરાઈ હતી. ભારતીએ રાત NCB વુમન સેલમાં પસાર કરી હતી. શનિવારે NCBની રેડમાં ભારતીનાં ઘર અને ઓફિસમાંથી 86.5 ગ્રામ ગાંજો મળ્યો હતો. તેણે પતિ હર્ષ સાથે ગાંજો લેવાની વાત સ્વીકારી હતી.

Advertisement

ભારતી અને તેના પતિ હર્ષની જામીન અરજી પર આજે સુનવાઈ થશે, ડ્રગ્સ કેસમાં 4 ડિસેમ્બર સુધી કસ્ટડીમાં છે 4સૂત્રોના જણાવ્યા મુજબ, NCBએ ભારતી અને હર્ષને એક ડ્રગ પેડલર સામે બેસાડીને પણ સવાલ કર્યા, ત્યાર બાદ બંનેએ ગાંજો લેવાની વાત સ્વીકારી. ડ્રગ પેડલરે શુક્રવારે પૂછપરછમાં ભારતી અને હર્ષનાં નામ લીધાં હતાં. ત્યાર બાદ શનિવારે તેમનાં અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં ઘર અને ઓફિસમાં રેડ પાડવામાં આવી હતી. ભારતીના હાઉસ સ્ટાફની પણ પૂછપરછ થઇ હતી.

ભારતી અને તેના પતિ હર્ષની જામીન અરજી પર આજે સુનવાઈ થશે, ડ્રગ્સ કેસમાં 4 ડિસેમ્બર સુધી કસ્ટડીમાં છે 5ભારતી સિંહ સ્ટેન્ડઅપ કોમેડિયન અને એક્ટ્રેસ છે. અત્યારે તે ‘ધ કપિલ શર્મા શો’માં સામેલ છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જથી કરી હતી. એ પછી તેણે ઘણા શોઝ કર્યા જેમાં ‘કોમેડી સર્કસ’, ‘ઝલક દિખલા જા’, ‘નચ બલિયે’ વગેરેનો સમાવેશ થાય છે. ભારતી સિંહે 3 ડિસેમ્બર, 2017ના રોજ ટેલિવિઝન રાઇટર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતા અને આ કપલ અત્યારે સોની ટીવી પર ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ નામનો શો હોસ્ટ કરી રહ્યું છે.

Advertisement

ભારતી અને તેના પતિ હર્ષની જામીન અરજી પર આજે સુનવાઈ થશે, ડ્રગ્સ કેસમાં 4 ડિસેમ્બર સુધી કસ્ટડીમાં છે 6છેલ્લા ત્રણ મહિનાથી NCB બોલિવૂડ અને ડ્રગ્સ કેસની તપાસ કરી રહી છે. આ તપાસ સુશાંત સિંહ ડેથ કેસમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકના ડ્રગ્સ કનેક્શન સાથે શરૂ થઇ હતી. અત્યારસુધીમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ, અર્જુન રામપાલ, ફિરોઝ નડિયાદવાલા સહિત અનેક લોકોની પૂછપરછ થઇ ગઈ છે. બે ડઝનથી વધુ લોકોને અરેસ્ટ કરી લેવાયા છે.

Advertisement
Advertisement

Leave a comment

Name*

Website

Comment