Skip links

બાબરી ધ્વંસ ચૂકાદો ન્યાયતંત્રનો કાળો દિવસ, શું જાદૂથી પડી હતી મસ્જિદ? ઓવૈસી

Advertisement

હૈદરાબાદઃ હૈદરાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમ પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીએ બાબરી મસ્જિદ ધ્વંસ મામલે પ્રતિક્રિયા આપતા તેને ભારતીય ન્યાયતંત્રનો કાળો દિવસ ગણાવ્યો છે. ઓવૈસીએ નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે શું મસ્જિદને જાદૂથી પાડી દેવામાં આવી હતી.

ઓવૈસીએ સીબીઆઈ કોર્ટના નિર્ણયને અન્યાય ગણાવતા કહ્યું છે કે, હું એક ભારતીય મુસ્લિમ તરીકે આજે અપમાન, શરમ અને અસહાય અનુભવી રહ્યો છું. એવો જ જેવો હું 1992મા યુવા અવસ્થામાં હતો. તેમણે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને આ નિર્ણયને પડકારવાની અપલી કરી છે. તેમણે કહ્યું છે કે આ ન્યાયનો મામલો છે અને આજે ભાજપ આ જ કારણથી સત્તામાં છે.

Advertisement
Advertisement

Leave a comment

Name*

Website

Comment