Skip links

WhatsApp ની આ પ્રાઇવેસી પોલિસીની શરતો નહીં માનો તો ભરવું પડશે મોટું નુકસાન…

Advertisement

WhatsApp ની ‘દાદાગીરી’ માં હજુ પણ કોઇ પણ જાતનો ફેરફાર જોવા નથી મળ્યો. મેસેજિંગ એપએ એક વાર ફરીથી પોતાની નવી પ્રાઇવેસી પોલિસી યુઝર્સને મોકલી છે. આ સાથે જ જણાવ્યું કે, ‘જો નકકી કરેલા સમયની અંદર શરતોને એક્સેપ્ટ કરવામાં નહીં આવે તો નુકસાન થઇ શકે છે.’ અમે અહીં તમને જણાવીશું કે, શું છે શરતો નહીં માનવાના નુકસાન….WhatsApp ની આ પ્રાઇવેસી પોલિસીની શરતો નહીં માનો તો ભરવું પડશે મોટું નુકસાન... 1

ટેક સાઇટ telecomtalk અનુસાર whatsapp એ એક વાર ફરીથી યુઝર્સને નવી પ્રાઇવેસી પોલિસીની નોટિફિકેશન મોકલવાની શરૂ કરી દીધી છે. મળતી જાણકારી અનુસાર, Whatsapp એ યુઝર્સને જણાવ્યું કે, “નવી પ્રાઇવેસી પોલિસીને 15 મે સુધી એક્સેપ્ટ કરવાની રહેશે. ગઇ વખતની જેમ જ આ વખતે પણ યુઝર્સને આ શરતો ન માનવાનો વિકલ્પ નથી આપ્યો.”WhatsApp ની આ પ્રાઇવેસી પોલિસીની શરતો નહીં માનો તો ભરવું પડશે મોટું નુકસાન... 2રિપોર્ટ અનુસાર, Whatsapp એ એ સ્પષ્ટ કરી દીધું છે કે, તમારે નવી શરતો માનવાની રહેશે. જો તમે એવું નહીં કરી શકો તો Whatsapp થી આવનારા કોલ્સ અને નોટિફિકેશન તો મળતા જ રહેશે. પરંતુ યુઝર્સ મેસેજ નહીં વાંચી શકે. આ સિવાય મેસેજ મોકલવાનો વિકલ્પ પણ બંધ થઇ શકે છે.”WhatsApp ની આ પ્રાઇવેસી પોલિસીની શરતો નહીં માનો તો ભરવું પડશે મોટું નુકસાન... 3તમને જણાવી દઇએ કે, આ વર્ષે 4 જાન્યુઆરીના રોજ પણ WhatsApp એ આવી જ એક પ્રાઇવેસી પોલિસી યુઝર્સને મોકલી હતી. જેમાં યુઝર્સને કહેવામાં આવ્યું હતું કે, ‘તમારા ચેટ્સ, કોન્ટેક્ટ લિસ્ટ અને લેણદેણની જાણકારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સાથે શેર કરવામાં આવશે.WhatsApp ની આ પ્રાઇવેસી પોલિસીની શરતો નહીં માનો તો ભરવું પડશે મોટું નુકસાન... 4જ્યારથી whatsapp એ લોકોના ડેટાને બીજા પ્લેટફોર્મ સાથે શેર કરવાની વાત કરી છે, યુઝર્સે બીજી એપ્સમાં જવાનું શરૂ કરી દીધું છે. WhatsApp ની આ પ્રાઇવેસી પોલિસીની શરતો નહીં માનો તો ભરવું પડશે મોટું નુકસાન... 5WhatsApp ની આ શરતોનો વિરોધ વિશ્વભરના યુઝર્સ હવે ટેલીગ્રામ અને સિગ્નલ યુઝ કરવા લાગ્યાં છે.

 

Advertisement
Advertisement

Leave a comment

Name*

Website

Comment