Skip links

FAU-G ગેમએ દુનિયામાં બનાવ્યો મોટો રેકોર્ડ,જાણો

Advertisement

FAU-G Made In India ગેમ ગૂગલ પ્લે સ્ટોર  પર ટોપ ફ્રી ગેમ બનીને ઉભરી આવી છે. PUBG Mobileના વિકલ્પ તરીકે લોંચ થયેલ આ ગેમને ભારતમાં જાન્યુઆરીમાં લોંચ કરવામાં આવી હતી. ગૂગલ પ્લે સ્ટોર પર ટોપ ફ્રી ગેમ બનેલ FAU-G વિશે આ જાણકારી ગેમને ડેવલપ કરનાર nCore Gamesએ ટ્વીટરના માધ્યમથી આપી છે. FAU-G ગેમને ડેવલપ કરનારી કંપનીએ જણાવ્યું કે, ગેમના લોંચ થયાના 24 કલાકની અંદર જ 50 લાખનો આંકડો પાર કરી લીધો હતો.

FAU-G  ગેમએ દુનિયામાં બનાવ્યો મોટો રેકોર્ડ,જાણો 1FAU-G હાલમાં એક સિંગલ પ્લેયર કેમ્પેનમાં જ ઉપલબ્ધ છે. જોકે ડેવલપર્સે એ વાતની પુષ્ટિ કરી છે કે, ખુબ જ જલ્દી તેમા એડિશનલ મોડને રજૂ કરવામાં આવશે. FAU-G ભારતીય જવાનોની બહાદુરી અને કારનામાંઓ પર આધારિત છે, જે લગવાન ઘાટીમાં તહેનાત હતા. nCore Gamesએ ટ્વીટરના માધ્યમથી જાણકારી આપી છે કે, FAU-G ગૂગલ પ્લે સ્ટોર પર ટોપ ફ્રી ગેમ બનીને ઉભરી છે. તમને જણાવી દઇએ કે, FAU-G ગેમને હાલમાં એંડ્રોયડ યૂઝર્સ માટે રિલીઝ કરવામાં આવી છે. જોકે કંપની ખુબ જ જલ્દી iOS યૂઝર્સ માટે પણ રિલીઝ કરશે.

FAU-G  ગેમએ દુનિયામાં બનાવ્યો મોટો રેકોર્ડ,જાણો 2FAU-G લોંચ પહેલા જ પ્રી-રજિસ્ટ્રેશન દરમિયાન પણ એક રેકોર્ડ હાંસલ કર્યો હતો. FAU-G ગેમના લોંચ પહેલા જ તેને ગૂગલ પ્લે સ્ટોર પર 40 લાખથી વધુ પ્રી-રજિસ્ટ્રેશન મળી ગયા હતા. FAU-G વિશે ઘોષણા બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે ગત વર્ષે ઓક્ટોબરમાં કરી હતી. જ્યારે પબજી ગેમને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી. તે સમયે તેમણે કહ્યું હતું કે, આ ગેમથી મળનાર 20 ટકા રેવન્યૂ ભારતના વીર ટ્રસ્ટમાં દાન કરવામાં આવશે. શરૂઆતમાં આ ગેમમાં સિંગલ પ્લેયર અને કો-ઓપરેટિવ પ્લે ઓફર કરવામાં આવી રહ્યું છે. પરંતુ બાદમાં તેમાં રોયલ મોડ અને PvP મોડ પણ લાવવામાં આવશે.

Advertisement
Advertisement

Leave a comment

Name*

Website

Comment