Skip links

Budget 2021માં લેવયો આ નિર્ણય,જો બેંક સાથે આવું થયું તો ખાતેદારને મળશે આટલા લાખ

Advertisement

નાણા મંત્રી નિર્મલા સાતારમણે પોતાના કાર્યકાળનું ત્રીજૂ બજેટ આજે સંસદમાં રજૂ કરી દીધુ છે. આ બજેટમાં નાણા મંત્રીએ બેંકોના જે નાણા ડૂબેલા છે તેના માટે એક કંપની બનાવવાની જાહેરાત કરી છે.આ બજેટમાં બેંકના ખાતાધારકોને પણ ખુબ જ મોટી રાહત આપવામાં આવી છે. નાણા મંત્રીએ વીમાની રકમને 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. આવામાં જો બેંકમાં સાચવેલા તમારા રૂપિયા ડૂબી જાય છે તો તમને 5 લાખ રૂપિયા મળી શકે છે.

Budget 2021માં લેવયો આ નિર્ણય,જો બેંક સાથે આવું થયું તો ખાતેદારને મળશે આટલા લાખ 1આ બજેટમાં સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે, જો કોઇ કારણવશ કોઇ બેંક બંધ પણ થઇ જાય છે તો ગ્રાહકોને થયેલ નુક્સાનની ચૂકવણી થઇ શકે. આ સાથે જ સરકારે બેંકોના ડૂબેલા દેવાનું મેનેજમેન્ટ કરવા માટે એક કંપની બનાવવાનો પણ નિર્ણય લીધો છે.આ બજેટમાં બેંકોને રિકૈપિટલાઇઝેશન માટે 20 હજાર કરોડ રૂપિયા આપવાની પણ ઘોષણા કરી છે. પોતાના બજેટ ભાષણમાં નાણા મંત્રીએ કહ્યું કે, સરકાર બેંકોને 20 હજાર કરોડ રૂપિયાની રકમ ઉપલબ્ધ કરાવશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, તેને ડેવલપમેન્ટ ફાઇનાંસ ઇન્સ્ટિટ્યૂટનું નામ આપવામાં આવશે.

Budget 2021માં લેવયો આ નિર્ણય,જો બેંક સાથે આવું થયું તો ખાતેદારને મળશે આટલા લાખ 2જણાવી દઇએ કે, નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે, સરકાર આ વર્ષે 2 સરકારી ક્ષેત્રની બેંક (PSU)નું ખાનગીકરણ કરશે સાથે જ સરકારી કંપનીઓની વધુની જમીન પણ વેચશે. આ સિવાય સરકાર IDBI બેંકનું ખાનગીકરણ કરશે.

Advertisement
Advertisement

Leave a comment

Name*

Website

Comment