Skip links

તાલિબાની આતંકીઓએ આ લોકપ્રિય કોમેડિયન ને થપ્પડ મારી વીડિયો કર્યો વાયરલ, બાદમાં ગળું કાપી નાખ્યું…

Advertisement

અફઘાનિસ્તાન પર કબ્જાને લઇને તાલિબાન ત્યાં સૈનિકોથી માંડીને સામાન્ય લોકોના જીવના દુશ્મન બની ચૂક્યાં છે. ત્યારે હવે તાલિબાનનો કહેર કલાકારો પર પણ જોવા મળી રહ્યો છે. તાલિબાની આતંકીઓએ લોકપ્રિય કોમેડિયન નજર મોહમ્મદ ઉર્ફે ખાશાનું અપહરણ કરીને તેની હત્યા કરી દીધી છે. આતંકીઓએ તેની હત્યા કરતા પહેલાં તેને થપ્પડ મારતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે તેજીથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોને ઇરાન ઇન્ટરનેશનલના એક વરિષ્ઠ પત્રકારે 27 જુલાઇના રોજ ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં બંદુક લઇને તાલિબાની આતંકવાદીઓ ખાશાને અનેક વખત થપ્પડ મારતા જોવા મળી રહ્યાં છે.તાલિબાની આતંકીઓએ આ લોકપ્રિય કોમેડિયન ને થપ્પડ મારી વીડિયો કર્યો વાયરલ, બાદમાં ગળું કાપી નાખ્યું... 1તાજૂડેન સોરોશએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કંધારી કોમેડિયન ખાશાનું પહેલા તાલિબાનના આતંકવાદીઓએ અપહરણ કર્યું હતું. ત્યાર બાદ આ પછી આતંકીઓએ તેને કારની અંદર અનેક વખત થપ્પડ મારી હતી અને આખરે તેનો જીવ લઈ લીધો.’

સ્થાનિક મીડિયા અનુસાર, હાસ્ય કલાકાર, જે કંદહાર પ્રાંતનો છે તેને ગત સપ્તાહે આતંકીઓએ તેના ઘરની બહારથી ખેંચી લીધો હતો અને ત્યારબાદ તેને એક ઝાડ સાથે બાંધી હત્યા કરી દીધી હતી. અહેવાલો અનુસાર, આતંકવાદીઓ રાજ્યના સરકારી કર્મચારીઓની શોધમાં ઘરે ઘરે જઈ રહ્યાં હતાં. બાઈટ ગુરુવારે એટલે કે 22 જુલાઇએ તેઓએ ખાશાને પકડ્યો અને તેને ઝાડ સાથે બાંધી અને ગળું કાપી નાખ્યું. સ્થાનિક કોપ તરીકે કામ કરતા હાસ્ય કલાકારનો કાપેલું ગળું જમીન પર પડેલું જોવા મળ્યું હતુંતાલિબાની આતંકીઓએ આ લોકપ્રિય કોમેડિયન ને થપ્પડ મારી વીડિયો કર્યો વાયરલ, બાદમાં ગળું કાપી નાખ્યું... 2કંદહાર પોલીસમાં ફરજ બજાવતા હાસ્ય કલાકારના પરિવારે હત્યા માટે તાલિબાનને જવાબદાર ઠેરવ્યાં હતાં. હંમેશની જેમાં તાલિબાનોએ આ હત્યાની જવાબદારી લેવાની ના પાડી હતી.

આ સાથે જ અફઘાનિસ્તાનમાં અમેરિકાના યુદ્ધને ખતમ કરવા પોતાના પ્રશાસનના પ્રયાસોનો ઉલ્લેખ કરતા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનએ કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાનું અભિયાન 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થઇ જશે. વધારે સૈનિકોની વાપસી થઇ ચૂકી છે. સૈનિકોની વાપસી સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે આગળ વઘી રહી છે અને આ અભિયાનમાં ‘ગતિ જ સુરક્ષા’ છે ની નીતિનું પાલન કરવામાં આવી રહ્યું છે.તાલિબાની આતંકીઓએ આ લોકપ્રિય કોમેડિયન ને થપ્પડ મારી વીડિયો કર્યો વાયરલ, બાદમાં ગળું કાપી નાખ્યું... 3જ્યારે તાલિબાનનો પ્રભાવ સતત વધી રહ્યો છે અને તેઓએ પહેલેથી જ અનેક પ્રમુખ સીમાઓ પર કબ્જો કરી લીધો છે. અફઘાન અધિકારીઓએ પાકિસ્તાન પર તાલિબાન આતંકવાદીઓને પનાહ આપવા અને તેની સહાયતા કરવાનો આરોપ લગાવ્યો છે.

Advertisement
Advertisement

Leave a comment

Name*

Website

Comment