સુશાંતસિંહ રાજપુતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ એંગલ ઉપર એનસીબી તપાસ કરી રહી છે. આ વચ્ચે રિયા ચક્રવર્તીના ઘરેથી જે ઈલેકટ્રોનિક ડિવાઈસ મળી આવ્યું છે તેના કારણે મોટા રાજ સામે આવ્યાં છે. રિયાના ઘરમાંથી એનસીબીની ટીમે મોબાઈલ ફોન, લેપટોપ અને ટેબ જપ્ત કર્યું છે. જેને ફોરેંસિક તપાસ માટે મોકલવામાં આવશે. તપાસ પ્રમાણે વર્ષ 2017-2018-2019માં રિયાની ડ્રગ્સ મંડળી વધારે એક્ટીવ હતી. તપાસ એજન્સીઓને હાથે લાગેલા ઈલેકટ્રોનિક ડિવાઈસમાં ડ્રગ્સ મંડળી સાથે જોડાયેલા કેટલાક ફોટો, વીડિયો, વ્હોટ્સએપ ચેટ્સ અને એસએમએસ મળી આવ્યાં છે.
જેમાં બોલિવૂડના ઘણા મોટા નામોનો પણ સમાવેશ થઈ રહ્યો છે. બોલિવૂડના તે તમામ મોટા ચહેરા હવે એનસીબીની રડાર ઉપર આવી ગયા છે. ત્યારે હવે જોવાનું એ છે કે, એનસીબી તેને રિયા ડ્રગ્સ કનેક્શન ઉપર આ હસ્તીઓને પણ સમન્સ મોકલશે કે કેમ.
સુત્રોનું માનીએ તો હવે રિયા ડ્રગ્સ કનેક્શન કેસમાં જલ્દીથી મોટી ધરપકડો થઈ શકે છે. આ મામલામાં એનસીબી તરફથી સુશાંતસિંહ રાજપુતના નોકર રહેલા નીરજની પણ પૂછપરછ થઈ શકે છે. નીરજ તરફથી રિયા, મિરાંડા અને શોવિકને લઈને મહત્વની જાણકારી આપી હતી.
રિયાની પૂછપરછમાં સુશાંત 2016થી ડ્રગ્સનું સેવન કરી રહ્યો હતો. રિયાને જે સવાલો પૂછવામાં આવ્યાં તેમાંથી તે મહત્વપૂર્ણ સવાલોના જવાબો દઈ શકી નથી. જેવી રીતે કે રિયાને પૂછવામાં આવ્યું કે, તમારા ઘરે ડ્રગ્સ આવતું હતુ, સુશાંત રિયાના ઘરે યુરોપ ટૂરથી આવ્યા બાદ રોકાયો હતો.
ત્યાં પણ ડ્રગ્સની ખેપ આવી હતી, સુશાંત મુંબઈની જે હોટલમાં રોકાતો હતો ત્યાં પણ ડ્રગ્સ સપ્લાઈ થતી હતી. ડ્રગ્સ ખરીદવા માટે સુશાંતના પૈસાનો ઉપયોગ થતો હતો કે કેમ, આવા સવાલો ઉપર રિયાએ ચુપ્પી સાધી છે.
અત્યાર સુધીમાં પૂછપરછમાં રિયાએ આશરે 80 ટકા સવાલો અને આરોપોનો જવાબ આપ્યો છે. પરંતુ કેટલાક સવાલો ઉપર તેણે ચુપ્પી સાધી રાખી છે. જો રિયા પોતાના નિવેદનમાં કંઈક માનતી હોયતો તે એનડીપીએસ હેઠળ માન્ય રહેશે.

2017થી એક્ટીવ હતી રિયાની ડ્રગ્સ મંડળી,તપાસમાં બોલિવૂડની મોટી હસ્તીઓના નામ આવ્યાં સામે…
Advertisement
Advertisement