Skip links

ભારતે ચીનની કમર પર કર્યો છે સૌથી મોટો પ્રહાર,જેનાથી PUBG પર પ્રતિબંધથી થશે આટલું નુકસાન…

Advertisement

કેન્દ્ર સરકાર PUBG સહિત 118 મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. સરકારનું કહેવું છે કે આ એપ્સ રાષ્ટ્રિય સુરક્ષા માટે ખતરો હતી. ચીની એપ્સ ભારતમાં કરોડો રૂપિયાની કમાણી કરે છે.ભારતે ચીનની કમર પર કર્યો છે સૌથી મોટો પ્રહાર,જેનાથી PUBG પર પ્રતિબંધથી થશે આટલું નુકસાન... 1આ પ્રતિબંધથી સૌથી વધારે નુકસાન PUBG Mobileને થઈ શકે છે. આ પહેલા પણ કેન્દ્ર સરકારે સુરક્ષા અને પ્રાઇવસીનું કારણ આપીને લોકપ્રિય ચીની એપ્સ ટિકટોક, શેરઇટ અને વીચેટ જેવી કુલ 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.ભારતે ચીનની કમર પર કર્યો છે સૌથી મોટો પ્રહાર,જેનાથી PUBG પર પ્રતિબંધથી થશે આટલું નુકસાન... 2આ એપ્સનો ભારતમાં અબજોનો બિઝનેસ છે અને આના ડાઉનલોડનો મોટો ભાગ ભારતમાં જ હોય છે. આ કારણે આ કંપનીઓને આર્થિક રીતે ભારે નુકસાન થઈ શકે છે. આના વેલ્યૂએશન પર પણ અસર પડી શકે છે.ભારતે ચીનની કમર પર કર્યો છે સૌથી મોટો પ્રહાર,જેનાથી PUBG પર પ્રતિબંધથી થશે આટલું નુકસાન... 3ભારતની કુલ એપ ડાઉનલોડનો લગભગ 50 ટકા ભાગ ચીની એપ્સનો જ હોય છે. ભારતમાં ઑનલાઇન ગેમ ઘણી લોકપ્રિય છે. અહીં ઑનલાઇન ગેમ લગભગ 17.5 કરોડવાર ડાઉનલોડ થઈ ચુકી છે. સેંસર ટાવરના ડેટા પ્રમાણે દુનિયામાં કુલ PUBG ડાઉનલોડ 7 કરોડથી વધારે છે અને આના 24 ટકા ભારતમાં છે.ભારતે ચીનની કમર પર કર્યો છે સૌથી મોટો પ્રહાર,જેનાથી PUBG પર પ્રતિબંધથી થશે આટલું નુકસાન... 4ભારતમાં PUBG Mobile વર્ષ 2018માં જ લૉન્ચ થઈ હતી, પરંતુ આ લોકપ્રિય ઑનલાઇન ગેમ બની ગઈ. વર્ષ 2019માં આની ઑનલાઇન ટૂર્નામેન્ટ પ્રાઇઝ મનીમાં 180 ટકાનો વધારો થયો.ભારતે ચીનની કમર પર કર્યો છે સૌથી મોટો પ્રહાર,જેનાથી PUBG પર પ્રતિબંધથી થશે આટલું નુકસાન... 5કોરોના વાયરસના કારણે લૉકડાઉન આવી એપ માટે વરદાન સાબિત થયું. માર્ચમાં લૉકડાઉન લાગ્યા બાદ લગભગ 22 લાખ લોકો PUBG ગેમ રમી રહ્યા હતા. ભારતમાં જુલાઈ 2019 સુધી તેણે લગભગ 2.8 કરોડ ડૉલર (લગભગ 205 કરોડ રૂપિયા)ની કમાણી કરી.ભારતે ચીનની કમર પર કર્યો છે સૌથી મોટો પ્રહાર,જેનાથી PUBG પર પ્રતિબંધથી થશે આટલું નુકસાન... 6PUBGએ 2020ના પહેલા છ માસિકગાળામાં દુનિયાભરમાંથી લગભગ 1.3 અબજ ડૉલરની કમાણી કરી અને આ લૉન્ચ થવાથી અત્યાર સુધી કુલ 3 અબજ ડૉલર (લગભગ 22,457 કરોડ રૂપિયા)ની કમાણી કરી ચુક્યું છે. ભારત મોબાઇલ ગેમના મામલે દુનિયાના ટોચના 5 દેશોમાં સામેલ છે.

Advertisement

Leave a comment

Name*

Website

Comment