NewsReach.in

ગવર્નર લાલજી ટંડનનું નિધન,લખનઉમાં દાખલ થયા હતા…

મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા લાલજી ટંડનનું નિધન થયું છે. મંગળવાર સવારે તેમના દીકરા આશુતોષે આ વાતની પુષ્ટિ કરી છે. લાલજી ટંડન છેલ્લાં કેટલાંય દિવસથી બીમાર હતા.ગવર્નર લાલજી ટંડનનું નિધન,લખનઉમાં દાખલ થયા હતા... 61હોસ્પિટલમાં દાખલ હતા આથી મધ્યપ્રદેશના રાજ્યપાલનો કાર્યભાર આનંદીબેન પટેલને સોંપ્યો હતો. હવે તેમના નિધન બાદ કેટલાંય મોટા નેતા શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. લાલજી ટંડનના નિધન બાદ યુપીમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે.ગવર્નર લાલજી ટંડનનું નિધન,લખનઉમાં દાખલ થયા હતા... 62પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલજી ટંડનના નિધન પર દુ:ખ વ્યકત કર્યું. પીએમ મદીએ ટ્વીટ કરીને લખ્યું કે લાલજી ટંડનને સમાજસેવા માટે યાદ કરાશે.ગવર્નર લાલજી ટંડનનું નિધન,લખનઉમાં દાખલ થયા હતા... 63 તેમણે ભાજપને ઉત્તરપ્રદેશમાં મજબૂત બનાવામાં અગત્યનો રોલ નિભાવ્યો, તેઓ પ્રજાની ભલાઇ માટે કામ કરનાર નેતા હતા. પીએમ મોદીએ લખ્યું કે લાલજી ટંડનને કાયદા બાબતની પણ સારી માહિતી રહી અને અટલજીની સાથે તેમણે લાંબો સમય પસાર કર્યો. હું તેમના પ્રત્યે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું.ગવર્નર લાલજી ટંડનનું નિધન,લખનઉમાં દાખલ થયા હતા... 64ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે જ લાલજી ટંડનની સ્થિતિ ફરી લથડી હતી. ગંભીર સ્થિતિમાં તેમને વેન્ટિલેટર પર રખાયા હતા. તેમની માહિતી લખનઉ સ્થિત મેદાંતા હોસ્પિટલના ડાયરેકટર ડૉ.રાકેશ કપૂરે આપી હતી. ડૉ.રાકેશ કપૂરે કહ્યું હતું કે આજે તેમની તબિયાત વધુ ગંભીર છે. તેમને ફૂલ સપોર્ટ પર રખાયા હતા.ગવર્નર લાલજી ટંડનનું નિધન,લખનઉમાં દાખલ થયા હતા... 65મધ્યપ્રદેશના ગવર્નર લાલજી ટંડનને 11 જૂનના રોજ શ્વાસ લેવામાં મુશ્કેલી, તાવ અને પેશાબમાં મુશ્કેલીના લીધે લખનઉ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.ગવર્નર લાલજી ટંડનનું નિધન,લખનઉમાં દાખલ થયા હતા... 66 લાલજી ટંડનની તબિયત દિવસેને દિવસે બગડતી હતી. તેના લીધે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશનો વધારાનો કાર્યભાર સોંપાયો હતો.ગવર્નર લાલજી ટંડનનું નિધન,લખનઉમાં દાખલ થયા હતા... 67લાલજી ટંડનનું 13મી જૂનના રોજ ઓપરેશન કરાયું હતું. સ્થિતિ ગંભીર થવા પર તેમને વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા હતા. વચ્ચે બે દિવસ બાઇ-પેપ મશીન પર રહ્યા.ગવર્નર લાલજી ટંડનનું નિધન,લખનઉમાં દાખલ થયા હતા... 68મેદાંતા હોસ્પિટલના ડાયરેકટર ડૉ.રાકેશ કપૂરના મતે લાલજી ટંડનના કિડની ફંકશનમાં મુશ્કેલી હતી. એવામાં ડાયલિસિસ કરવી પડી રહી હતી. હવે લિવર ફંકશનમાં પણ મુશ્કેલી આવવાનું શરૂ થઇ ગયું હતું.

Related posts