Skip links

સૌથી મોટી સરકારી બેંક SBIએ બદલી નાંખ્યા ATMથી પૈસા ઉપાડવાનો નિયમ, જાણો આ તારીખ થી થશે લાગુ…

Advertisement

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI)એ એકાઉન્ટ અને એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં બદલાવ કર્યો છે. આ નિયમ 1 જુલાઇ 2021થી લાગુ થશે.

આ નિયમો વિશે જાણવુ જરૂરી છે કારણ કે તેનાથી કસ્ટમરને પાછળથી કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે. SBIએ કહ્યું કે, બિન આર્થિક લેણદેણ માટે બેંકની શાખા, ચેનલ અથવા એટીએમ અથવા સીડીએમની સેવા લઇ શકાય છે.સૌથી મોટી સરકારી બેંક SBIએ બદલી નાંખ્યા ATMથી પૈસા ઉપાડવાનો નિયમ, જાણો આ તારીખ થી થશે લાગુ... 1બેસિક સેવિંગ ડિપોઝિટ(BSBD) ખાતા માટે SBIના અથવા અન્ય બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે કોઇ ચાર્જ નથી.

SBIએ કહ્યું કે તે પોતાની બ્રાન્ચ અથવા એટીએમમાંથી રોકડ ઉપાડવાના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે જે 1 જુલાઇથી લાગુ થશે. બેંક તરફથી ચેક બુક ચાર્જ, મની ટ્રાન્સફર અને બિન-આર્થિક ટ્રાન્જેક્શનમાં બદલાવ કરવામા આવ્યો છે. આ નિયમ બેસિક સેવિંગ બેંક ડિપોઝિટ અથવા BSBD પર લાગુ થશે.સૌથી મોટી સરકારી બેંક SBIએ બદલી નાંખ્યા ATMથી પૈસા ઉપાડવાનો નિયમ, જાણો આ તારીખ થી થશે લાગુ... 2BSBD ખાતા તે હોય છે જે બેંકની દરેક બ્રાન્ચમાં ચલાવવામાં આવે છે અને તેમાં મિનિમમ અને મેક્સિમમ બેલેન્સની કોઇ મર્યાદા નથી હોતી. એટલે કે આ ખાતામાં દર મહિને એક મિનિમમ રકમ રાખવી જરૂરી નથી. BSBD એકાઉન્ટ ધારકોને બેસિક રૂપે એટીએમ સાથે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે.

Advertisement

નવા નિયમ અનુસાર, જો તમે બિન-આર્થિક ટ્રાન્જેક્શન કરો તો તેના માટે કોઇ ચાર્જ ચુકવવાની જરૂર નથી. જો મહિનામાં રોકડ ઉપાડની 4 વાર સુવિધા લઇ ચુક્યાં છો તો તેને આગામી વખતે બેંક બ્રાન્ચ અથવા એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે 15 રૂપિયા અને જીએસટી ચુકવવો પડશે. આટલો ચાર્જ તમને ચાર વખત બાદ દરેક ઉપાડ પર આપવાનો રહેશે.સૌથી મોટી સરકારી બેંક SBIએ બદલી નાંખ્યા ATMથી પૈસા ઉપાડવાનો નિયમ, જાણો આ તારીખ થી થશે લાગુ... 3નવા નિયમમાં કહેવામાં આવ્યું છે કે SBI તરફથી એક નાણાકીય વર્ષમાં પ્રતિ ગ્રાહકને ફ્રીમાં 10 પેજની ચેકબુક આપવામાં આવશે. આ સુવિધાઓ પણ બેસિક ખાતાધારકો માટે લાગુ થશે.

10 પાનાને ચેકબુક ખતમ થયા બાદ જો ગ્રાહકે અલગથી લેવુ હોય તો 40 રૂપિયા પ્લસ જીએસટી ચુકવીને 25 પેજની ચેકબુક લઇ શકાય છે. આ ખર્ચ આશરે 75 રૂપિયાની આસપાસ આવશે.

જો કોઇ કસ્ટમરને ઇમરજન્સી ચેકબુક જોઇએ તો તેણે જીએસટી ઉપરાંત 50 રૂપિયા ચુકવવાના રહેશે. જો કે સીનિયર સિટિઝન માટે ચેક લેવામાં વધારાના ચાર્જ પર છૂટ છે.

Advertisement

SBIના બીએસબીડી એકાઉન્ટને ઝીરો બેલેન્સ એકાઉન્ટ પણ કહે છે. આ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન હોય અથવા ખાલી હોય તો પણ દંડ લાગતો નથી.સૌથી મોટી સરકારી બેંક SBIએ બદલી નાંખ્યા ATMથી પૈસા ઉપાડવાનો નિયમ, જાણો આ તારીખ થી થશે લાગુ... 4આ ખાતુ સમાજના ગરીબ વર્ગ અથવા ખાસ કરીને તે લોકો માટે શરૂ કરવામાં આવ્યું છે જે બેંકિંગ સેવાઓથી વંચિત છે. લોકોમાં બેંક ખાતુ ખોલવા માટે પ્રોત્સાહિત કરવા માટે બીએસબીડી એકાઉન્ટ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં ખૂબ જ ઓછા બજેટથી પણ સેવિંગ કરી શકાય.

કોઇ ચાર્જ ચુકવ્યા વિના રોકડ ઉપાડનો ફાયદો લઇ શકાય છે. આ ઉપરાંત તેના પર એટલું જ વ્યાજ મળે છે જેટલું રેગ્યુલર એકાઉન્ટ પર મળે છે. જો આ ખાતુ પહેલાંથી જ નિષ્ક્રિય છે તો તેને શરૂ કરવા માટે અલગથી કોઇ ચાર્જ નહીં લાગે. ખાતુ બંધ કરાવવુ હોય તો પણ તેના માટે કોઇ ચાર્જ નથી.

 

Advertisement
Advertisement

Leave a comment

Name*

Website

Comment