NewsReach.in

લાજવાને બદલે ગાજતુ ડ્રેગન, દુનિયાને ખુલ્લી ધમકી આપતા કહ્યું કે કોરોના વાયરસ તો ટ્રેલર છે હજી…

કોરોના વાયરસને લઈને દુનિયા આખી તોબા પોકારી ગઈ છે. લાખો લોકો મોતને ભેટ્યા છે જ્યારે કરોડો લોકો આ વાયરસના સંક્રમણથી પીડાઈ રહ્યાં છે.

આ ભયાનક વાયરસને લઈને દુનિયા આખી ચીન તરફ આંગળી ચિંધી રહી છે ત્યારે લાજવાને બદલે ડ્રેગન ઉપરથી ખુલ્લી ધમકીઓ પર ઉતરી આવ્યું છે.

દુનિયાને નુકશાન આપવાની ધમકી આપતા કહ્યું છે કે, અમેરિકા તમામ મોટા દેશોને ચીનના વિરૂદ્ધ ઉકસાવી રહ્યું છે અને પોતાના પક્ષણાં કરી રહ્યું છે. તેનો પ્રતિકુળ પ્રભાવ પડશે.

ચીની સરકારના અખબાર ગ્લોબલ ટાઈમ્સે મંગળવારે છપાયેલા ઓડિટોરીયલ લેખમાં કહ્યું છે કે, અમેરિકા પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે અને દુનિયા તેની કિંમત ચુકવશે. અમેરિકા એ દરેક દેશોને પોતાનું સમર્થન આપી રહ્યું છે જેની સાથે ચીનનો ક્ષેત્રીય વિવાદ છે. અમેરિકા પશ્ચિમી દેશોની સાથે-સાથે એશિયાઈ દેશોને પણ ચીનનો વિરોધ કરવા માટે ઉકસાવી રહ્યું છે.

આ ઉપરાંત ગ્લોબલ ટાઈમ્સે ધમકી આપતા જણાવ્યું હતું, દુનિયાને લાંબા સમય સુધી નુકશાન ભોગવવું પડશે. હાલ જે કોવિડ-19 મહામારી ચલી રહી છે તે ફક્ત પહેલી લહેર છે. મહામારીના વધ્યા છતાં અમેરિકાએ આંતરરાષ્ટ્રીય સહયોગને રોકી દીધો છે.

આમ ચીનની આ ધમકીથી એ વાત વધારે પ્રબળ બને છે કે, દુનિયાભરમાં કોરોના વાયરસના ફેલાવા પાછળ ચીનનો જ હાથ છે. અમેરિકા સહિતના દુનિયાના અનેક દેશોએ આ મામલે ચીન પર લગાવેલા આરોપો પણ સાચા ઠરે છે.

ચીની અખબારે લખ્યું છે કે એવું લાગી રહ્યું છે કે ભૌગોલિક રાજકીય સંઘર્ષ હવે પાછો પહેલાની સ્થિતિ પર નહી જઈ શકે. અમેરિકા ચીનના વિરૂદ્ધ મોટી રમત રમી રહ્યું છે. તેનાથી આવનાર દિવસોમાં નફરત વધી શકે છે અને યુદ્ધનો ખતરો પેદા થઈ શકે છે.

ઘણા દેશોને ખૂબ નુકશાન થશે. ચીની અખબારે જણાવ્યું છે કે, ચીનનું બજાર અમેરિકાના બરાબર જ છે. લગભગ 100 દેશોની સાથે ચીનના વ્યાપારિક સંબંધ છે પરંતુ અમેરિકા એવા સંબંધોને ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. લાંબા સમય સુધી દુનિયાને તેની કિંમત ચુકવવી પડશે.

Related posts