Skip links

બીજી વખત પિતા બન્યો કપિલ શર્મા,સોમવારે જ સંતાનનો જન્મ

Advertisement

કપિલ શર્મા બીજી વખત પિતા બની ગયો છે. સોમવારે સવારે પત્ની ગિન્ની ચતરથે દીકરાને જન્મ આપ્યો છે. કપિલે બીજી વખત પિતા બનવાની ખુશ ખબરી પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. કપિલ શર્માએ ટ્વીટ કરી હતી અને લખ્યું હતું કે નમસ્કાર, આજે સવારે અમને ભગવાનના આશીર્વાદથી દીકરો થયો છે. મમ્મી અને બાળક બંન્ને સ્વસ્થ છે. તમારા બધાના આશીર્વાદ, પ્રેમ અને પ્રાર્થના માટે ખુબ ખુબ આભાર.

બીજી વખત પિતા બન્યો કપિલ શર્મા,સોમવારે જ સંતાનનો જન્મ 1કપિલ શર્માના આ ટ્વીટ બાદ લોકોએ તેને ખુબ શુભેચ્છાઓ આપી છે. કપિલે હાલમાં જ બીજી વખત પિતા બનવાની ખુશખબરી શરે કરી હતી. જો કે તેણે આ વખતે પ્રેગ્નેન્સીની વાત ગુપ્ત રાખી હતી. જો કે નવેમ્બરમાં ગિન્નીની એક તસવીર વાયરલ થઈ હતી જેમાં તે બેબી બમ્પ સાથે જોવા મળી હતી, જેથી ફેન્સને બીજા બાળકની ભણક ત્યારથી જ લાગી ગઈ હતી.

બીજી વખત પિતા બન્યો કપિલ શર્મા,સોમવારે જ સંતાનનો જન્મ 22019માં ડિસેમ્બરમાં કોમેડિયન કપિલ શર્માના ઘરે લક્ષ્મીની પધરામણી થઈ હતી. કપિલ અને ગિન્નીના ઘરે ત્યારે પણ સોમવારે જ મધ્યરાત્રીએ નાનકડી પરીનો જન્મ થયો હતો. કપિલ શર્માએ પોતાના ઓફિશિયલ સોશિયલ એકાઉન્ટ પર આ અંગેની જાણકારી આપતું ટ્વીટ કરી હતી. તેણે ટ્વીટ કરતા લખ્યું હતું કે, ‘દીકરીના જન્મથી અમે ધન્ય થઈ ગયા હોઈએ તેવી અનુભૂતિ કરી રહ્યા છીએ. તમારા બધાના આશિર્વાદ જોઈએ છે. તમને બધાને પ્રેમ. જય માતા દી…’

Advertisement
Advertisement

Leave a comment

Name*

Website

Comment