Skip links

નીરવ મોદીને દેશમાં નહી લાવી શકાય, યુકેની કોર્ટે આપી આ મંજૂરી

Advertisement

યુકેના ઉચ્ચ ન્યાયાલયે હીરા કરોહારી નીરવ મોદીને રાહત આપી છે. કોર્ટે તેના માનસિક સ્વાસ્થ્યના આધારે ભારતમાં આત્મસમર્પણ સામે અપીલ દાખલ કરવાની પરવાનગી આપી દીધી છે. નીરવના વકીલોએ કોર્ટને એવું કહ્યું કે તેની માનસીક સ્થિતીને જોતા આત્મસમર્પણ કરવું ઠીક નથી.

નીરવ મોદીને દેશમાં નહી લાવી શકાય, યુકેની કોર્ટે આપી આ મંજૂરી 1

યુનાઈટેડ કિંગડમની કોર્ટના જજ માર્ટિન ચેંબરલેને નીરવમોદીના વકીલોએ કહ્યું કે તેમનું માનસિક સ્વાસ્થ્ય બરાબર નથી સાથેજ તેમણે આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો છે. જેને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. જજે એવું પણ કહ્યું કે મુંબઈની ઓર્થર રોડ જેલમા કેદીઓની આત્મહત્યાના બનાવો પણ બનતા રહેતા હોય છે.

Advertisement

નીરવ મોદીને દેશમાં નહી લાવી શકાય, યુકેની કોર્ટે આપી આ મંજૂરી 2

જજે સમગ્ર મામલે એવું કહ્યું કે તેઓ આધાર ત્રણ અને ચારને અનુલક્ષીને અપીલ કરવાની અનુમતી આપી શકે છે. આધાર ત્રણ અને ચારનો અધિકાર યુકેમાં સુરક્ષા અને અધિકારને અનુલક્ષીને છે. જે 2003માં યુકેમાં ઘડવામાં આવ્યો હતો. આ અદિકાર યુકેની ધારા 91ને સંબંધિત છે. જેને લઈને સ્વાસ્થ્યને અનુલક્ષી અપીલ કરી શકાય છે.

નીરવ મોદીને દેશમાં નહી લાવી શકાય, યુકેની કોર્ટે આપી આ મંજૂરી 3

Advertisement

ઉલ્લેખનીય છે કે નીરવમોદીના વકીલે તેના મનોચિકિત્સક ડૉક્ટર વીશેની વાત કહી કે તેમના ડૉક્ટરે પણ કહ્યું છે કે તે આત્મહત્યાનો પ્રયાસ કરી શકે છે. સાથેજ વકીલોએ એવું પણ કહ્યું કે કોરોના મહામારીને કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર ભારે અસર થઈ છે. સાથેજ વકીલોએ એવું કહ્યું કે ભારતના આશ્વાસન પર પણ ભરોસો ન કરવો જોઈએ.

Advertisement

Leave a comment

Name*

Website

Comment