Skip links

છૂટછાટ બાદ પણ નહીં ખૂલે સિનેમાઘર,શું છે કારણ,જાણો

Advertisement

કોરોના મહામારી ને અટકાવતા પગલાંના ભાગરૂપે કેન્દ્ર સરકારે  રવિવારે સિનેમાહોલ અને થિયેટર માટે સુધારેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર  જારી કરી હતી. નવી SOP અનુસાર કેન્દ્ર સરકારે સિનેમાહોલ અને થિયેટરને 100 ટકા પ્રેક્ષક ક્ષમતા સાથે ફિલ્મો પ્રદર્શિત કરવાની પરવાનગી આપી દીધી છે. સોમવારથી દેશભરમાં સિનેમાહોલ અને થિયેટર 100 ટકા પ્રેક્ષક ક્ષમતા સાથે કામ કરી શક્શે પરંતુ ઓડિટોરિયમ ની બહાર કોમન એરિયા અને વેઇટિંગ એરિયા માં સોશિયલ ડિસ્ટન્સિંગ ના નિયમોનું પાલન કરવાનું રહેશે. મલ્ટિપ્લેક્સને ભીડ એકઠી થતી અટકાવવા માટે શો ટાઇમિંગ અલગ અલગ રાખવાની તાકીદ કરાઇ છે.

ગુજરાતમાં તમામ જગ્યા એ આજથી મલ્ટિપ્લેક્સ શરૂ નહીં થાય, કયારે ખુલશે જુઓ ?

બીજી બાજુ કેન્દ્ર સરકારે ભલે સિનેમા ઘરો ખોલવાની પરમિશન આપી હોય, પરંતુ ગુજરાતમાં એક શહેરમાં હાલ સિનેમા ઘરો નહીં ખૂલે. કેન્દ્ર સરકારની સિનેમાઘરમાં છૂટછાટ બાદ પણ રાજકોટ સરકારની છૂટછાટ બાદ નહિ ખૂલે. હાલ સિનેમા ઘરો બંધ રહશે. સિનેમાઘર 1લી માર્ચથી સિનેમાઘર ખુલે તેવી શક્યતા દેખાઈ રહી છે. રાત્રિ કરફ્યુ અને ફિલ્મોનો અભાવ રાજકોટમાં વિલન બન્યો છે. સિનેમાઘર ધારકો આવતા મહિનેથી ખોલશે. સિનેમા ઘર રાજકોટ સહિત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ છે, યથાવત રાત્રિ કર્ફ્યુના કારણે નાઈટ શો ચલાવી શકાય તેમ નથી. રાજકોટમાં સિનેમા ઉદ્યોગને 30 કરોડનું નુકશાન થાય તેવી ધારણા સેવવામાં આવી છે, જ્યારે ગુજરાતમાં અંદાજિત નુકશાન 500 કરોડ જેટલું થવા પામ્યું છે.

Advertisement

છૂટછાટ બાદ પણ નહીં ખૂલે સિનેમાઘર,શું છે કારણ,જાણો 1અત્રે નોંધનીય છે કે, સિનેમાહોલ, થિયેટર અને મલ્ટિપ્લેક્સે ઇન્ટરવલનો સમય લાંબો રાખવાનો રહેશે જેથી ઓડિટોરિયમમાં બેઠેલા પ્રેક્ષકો વારાફરથી બહાર જઇ શકે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી SOP અનુસાર કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલા સિનેમાહોલમાં ફિલ્મ પ્રદર્શિત કરી શકાશે નહીં. 27મી જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇનમાં સિનેમાહોલને 50 ટકા કરતાં વધુ પ્રેક્ષક ક્ષમતાની પરવાનગી આપવામાં આવી હતી. તે ઉપરાંત સામાન્ય જનતા માટે સ્વિમિંગ પૂલ ખોલવાની પણ પરવાનગી અપાઇ હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, ફિલ્મના પ્રદર્શન માટેની SOP જાહેર કરી દેવાઇ છે. 1 ફેબ્રુઆરીથી 100 ટકા પ્રેક્ષકોને પરવાનગી આપવામાં આવી છે પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જારી કરાયેલી ગાઇડલાઇનનું ચુસ્તતાથી પાલન કરવાનું રહેશે.

Advertisement

Leave a comment

Name*

Website

Comment