Skip links

ગુજરાતીઓ થઈ જાવ તૈયાર આ મનપસંદ ફરવાના સ્થળે વીકેન્ડમાં ખુલ્લા રહેશે બીચ…

Advertisement

સંઘપ્રદેશ દા.ન.હવેલી અને દમણ-દીવના બીચ અને પર્યટન સ્થળો હવે વીકેન્ડમાં પણ તમામ માટે ખુલ્લા રહેશે. પરંતુ વોટર સ્પોર્ટ્સ હજુ બંધ રહેશે. આ ઉપરાંત ધો.૯ થી ૧૨ વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૃ કરવામાં આવી છે. જોકે લગ્નમાં મહેમાનોની સંખ્યા હજુપણ ૧૦૦ અને મરણપ્રસંગમાં ૫૦ વ્યક્તિને જ મંજુરી યથાવત રાખવામાં આવી છે. સંઘપ્રદેશ દા.ન.હવેલી અને દમણ-દીવ પર્યટનસ્થળ હોવાથી પર્યટકોના ધસારો રહેતો હોય છે. જોકે કોરોનાના કારણે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પર્યટનસ્થળોની સાથે દમણ-દીવના બીચ પર લોકોના ધસારાના કારણે કોરોના વકરે નહીં તે માટે પ્રતિબંધો મુકવામાં આવ્યા હતા.ગુજરાતીઓ થઈ જાવ તૈયાર આ મનપસંદ ફરવાના સ્થળે વીકેન્ડમાં ખુલ્લા રહેશે બીચ... 1કોરોનાના કેસોમાં ઘટાડો થતાં પ્રશાસન દ્વારા વીકેન્ડ સિવાયના દિવસોમાં બીચ ચાલુ રાખવામાં આવ્યા હતા. જોકે પ્રશાસન દ્વારા ગઈકાલે કરવામાં આવેલા આદેશમાં હવે વીકેન્ડ એટલે કે શનિ-રવિના દિવસોમાં પણ પ્રદેશના તમામ બીચ તેમ જ બીચ રોડ લોકો માટે ખુલ્લા રહેશે. સાથે તમામ પર્યટનસ્થળોને પણ ખોલવાના આદેશ કરાયો છે. પરંતુ વોટર સ્પોર્ટ્સ બંધ રહેશે.ગુજરાતીઓ થઈ જાવ તૈયાર આ મનપસંદ ફરવાના સ્થળે વીકેન્ડમાં ખુલ્લા રહેશે બીચ... 2પ્રશાસને કરેલા આદેશમાં જીમ, સ્પા, સ્વીમિંગ પુલ શરૃ કરવા તેમજ ૫૦ ટકાની ક્ષમતા સાથે થિયેટરો મલ્ટીપ્લેક્સ શરૃ કરી શકાશે તેમ જણાવાયું છે. આ ઉપરાંત અઠવાડિક બજાર તેમજ હાટબજાર પણ ખુલ્લા રહેશે.ગુજરાતીઓ થઈ જાવ તૈયાર આ મનપસંદ ફરવાના સ્થળે વીકેન્ડમાં ખુલ્લા રહેશે બીચ... 3જોકે બજારના વેપારીઓ, દુકાનદારો તેમજ ભાગ લેનારાઓએ રસી લીધી છેકે નહીં તેની જિલ્લા પ્રશાસને ચકાસણી કરવાની રહેશે. ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ૫૦ ટકાની ક્ષમતા સાથે શાળામાં વર્ગો શરૃ કરવામાં આવશે.જોકે શાળા જવા માંગતા વિદ્યાર્થીઓના માતાપિતાની મંજુરી મેળવવી અનિવાર્ય રહેશે. જોકે નવા આદેશમાં લગ્નપ્રસંગમાં ૧૦૦ મહેમાનો તેમજ મરણપ્રસંગમાં ૫૦ વ્યક્તિઓની હાજરી જ રહેશે તેમ જણાવાયું છે.

 

Advertisement
Advertisement

Leave a comment

Name*

Website

Comment