Skip links

ગુજરાતમાં ભગવાન શિવનું રહસ્યમયી મંદિર અને દર્શન આપીને સમુદ્રમાં ગાયબ થાય છે કેમ….

Advertisement

ગુજરાતના વડોદરામાં ભગવાન શિવનું એક એવું મંદિર છે જે જોતજોતામાં ગાયબ થઈ જાય છે અને ફરી અચાનક ફરી દેખાવવા લાગે છે. સ્તંભેશ્વર મંદિર ગુજરાતના વડોદરાથી 40 કિલોમીટર દૂર જંબુસરમાં આવેલું છે. આ એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. અહીં તમે સડક, રેલ કે હવાઈ માર્ગે જઈ શકો છો. જો કે આ મંદિરની આ ખૂબીના કારણે તે દુનિયામાં પ્રસિદ્ધ છે. ભગવાન શિવના ભક્તો તેને પોતાની આંખોથી જોવા માટે અહીં આવતા રહે છે. સ્તંભેશ્વર નામનું આ મંદિર સમુદ્રમાં આવેલું છે. પૌરાણિક કથા છે કે આ મંદિરનું નિર્માણ પોતાના તપોબળથી ભગવાન શિવના પૂત્ર કાર્તિકેયે કર્યું હતું. આ મંદિરનું ઓઝલ થવું કોઈ ચમત્કાર નથી પણ એક પ્રાકૃતિક ઘટનાનું પરિણામ છે.

ગુજરાતમાં ભગવાન શિવનું રહસ્યમયી મંદિર અને દર્શન આપીને સમુદ્રમાં ગાયબ થાય છે કેમ.... 1દિવસમાં ઓછામાં ઓછું 2 વખત આ સમુદ્રનું જળ સ્તર વધે છે. જેના કારણે મંદિર સંપૂર્ણ રીતે સમુદ્રમાં ડૂબી જાય છે. થોડી મિનિટો બાદ સમુદ્રનું જળ સ્તર ઘટવા લાગે છે અને મંદિર ફરીથી દેખાવવા લાગે છે. આ ઘટના રોજ સવારે અને સાંજના સમયે બને છે. શ્રદ્ધાળુઓ આ ઘટનાને સમુદ્ર દ્વારા શિવજીનો અભિષેક કરવાનું કહે છે. ભક્તો દૂરથી આ ઘટનાને જુએ છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિર લગભગ 150 વર્ષ જૂનું છે અને સાથે મંદિરમાં સ્થાપિત શિવલિંગ પણ 4 ફીટ ઉંચું છે.

આ મંદિરના નિર્માણ સાથે જોડાયેલી કથા સ્કંધ પુરાણમાં પણ મળે છે. કથા અનુસાર રાક્ષસ તાડકાસુરે કઠોર તપસ્યા કરી અને તેના બળે શિવજીથી આ આર્શીવાદ મળ્યો કે તેનું મૃત્યુ ત્યારે જ શક્ય છે જ્યારે કોઈ શિવ પુત્ર તેની હત્યા કરશે. ભગવાન શિવે તેને આ વરદાન આપ્યું હતું. આશીર્વાદ મળતાં જ તાડકાસુરે આખા બ્રહ્માંડમાં ઉત્પાત મચાવવાનું શરૂ કર્યું હતું. આ તરફ શિવે ઝડપથી ઉત્પન્ન થતાં કાર્તિકેયનું પાલન અને પોષણ કૃતિકાઓ દ્વારા થઈ રહ્યું હતું. આ ઉત્પાતથી લોકોને મુક્તિ અપાવવા માટે બાલરૂપ કાર્તિકેયે તાડકાસુરનો વધ કર્યો પણ જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે તાડકાસુર શિવજીનો ભક્ત હતો તો તે દુઃખી થયા. ત્યારે દેવતાઓના માર્ગદર્શનથી તેઓએ મહિસાગર સંગમ તીર્થ પર વિશ્વનંદક સ્તંભની સ્થાપના કરી. આ સ્તંભ મંદિર આજે સ્તંભેશ્વરના નામે જાણીતું બન્યું છે.

Advertisement
Advertisement

Leave a comment

Name*

Website

Comment