Skip links

ગુજરાતમાં તમામ જગ્યા એ આજથી મલ્ટિપ્લેક્સ શરૂ નહીં થાય, કયારે ખુલશે જુઓ ?

દેશભરમાં આજથી કોરોનાની ગાઈડલાઈન મુજબ મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રિન થિયેટરો શરૂ કરવા કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, પરંતુ અમદાવાદ-સુરત અને અન્ય નાના શહેરોમાં આજથી મલ્ટીપ્લેક્સ અને થિયેટર શરૂ નહીં થાય. જો કે શુક્રવારથી સિંગલ સ્ક્રીન શરૂ કરવામાં આવશે.સિંગલ સ્ક્રીનમાં પણ માત્ર ચાર જ શો બતાવવામાં આવશે. તેમાં પણ માત્ર ગુજરાતી ફિલ્મો બતાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ લોકડાઉનના 7 મહિના બાદ પહેલીવાર ગુજરાતમાં મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રિન થિયેટરો શરૂ તો થશે. પરંતુ તેમાં હિન્દી ફિલ્મોની જગ્યાએ માત્ર ગુજરાતી ફિલ્મો જ બતાવવામાં આવશે.ગુજરાતમાં તમામ જગ્યા એ આજથી મલ્ટિપ્લેક્સ શરૂ નહીં થાય, કયારે ખુલશે જુઓ ? 1લાંબા સમયના અંતરાલ બાદ આજથી દેશભરના સિનેમાગૃહ, મલ્ટીપ્લેક્સ, સ્વિમિંગ પૂલ અને મનોરંજન પાર્ક ખૂલી રહ્યા છે. સિનેમાઘર અને મલ્ટીપ્લેક્સ માટે અનલૉક–5 અંતર્ગત ગાઇડલાઇન નક્કી કરવામાં આવી છે. જેથી કોઇપણ પરિસ્થિતિમાં કોરોના સંક્રમણ વધે તેવી સ્થિતિનુ નિર્માણ ન થાય.કોવિડ-19નો રોગચાળો વકરવાને પગલે લોકડાઉન અમલી બન્યા પછી લગભગ 7 મહિનાના ઈન્ટરવલ પછી પલ્ટીપ્લેક્સ, થિયેટરોને તા.15 ઓક્ટોબરથી ફરી ખોલવાની મંજૂરી અપાઈ છે. પરંતુ અમદાવાદના 50 સહિત ગુજરાતમાં 250 જેટલા થિયેટરો અને મલ્ટીપ્લેક્સ એક-બે દિવસ મોડા અથવા શનિવારથી ફરી શરૂ થશે.

ગુજરાતમાં તમામ જગ્યા એ આજથી મલ્ટિપ્લેક્સ શરૂ નહીં થાય, કયારે ખુલશે જુઓ ? 2શનિવાર તા.17 ઓક્ટોબરથી નવરાત્રિ પર્વ શરૂ થઈ રહ્યું છે તેમજ કેટલાંક મલ્ટીપ્લેક્સમાં પરચુરણ કામગીરી બાકી હોવાથી થિયેટરો અને મલ્ટીપ્લેક્સ પુન:શરૂ કરવાનું એક-બે દિવસ પાછું ઠેલવામાં આવ્યું છે. જો કે, શરૂઆતમાં મલ્ટીપ્લેક્સમાં એક-બે સ્કીન જ શરૂ કરાશે અને ફિલ્મો દર્શાવાશે. હિન્દી અને નવી ફિલ્મો દર્શાવાશે નહીં.કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર સિનેમા હોલમાં એક છોડીને એક સીટમાં બેસવાનું રહેશે. હોલની પુરી ક્ષમતાના 50 ટકા દર્શક જ અંદર બેસેશે. સિનેમા હોલમાં પ્રવેશ કરનાર દરેક લોકોના મોઢા પર માસ્ક અવશ્યક રહેશે. અંદર વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા જરૂરી છે અને એસીનું તાપમાન 23 ડિગ્રીથી ઉપર રાખવાનું રહેશે.

ગુજરાતમાં તમામ જગ્યા એ આજથી મલ્ટિપ્લેક્સ શરૂ નહીં થાય, કયારે ખુલશે જુઓ ? 3જે સીટ પર દર્શકોએ બેસવાનું નહીં હોય તેના પર ક્રોસ માર્ક લાગેલું હશે. સિનેમા હોલની અંદર જવા માટે મોબાઈલમાં આરોગ્ય સેતું એપ હોવી અવશ્યક છે. ફિલ્મ જોતી વખતે કોઈ પણ પ્રકારનો નાસ્તો કે ખાવા-પીવાની વસ્તુઓ પર પૂર્ણ પ્રતિબંધ લગાવેલો છે.ટિકીટ ખરીદવાની આખી પ્રક્રિયા ઓનલાઈન હશે. સિનેમા હોલમાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટ, લોબીને સમયાંતરે સેનિટાઈઝ કરવામાં આવશે અને દરેક શો પછી સિનેમા હોલની સફાઈ કરવામાં આવશે. સિનેમા હોલના સત્તાધીશોની જવાબદારી રહેશે કે તમામ દર્શકોને સેનિટાઈઝર ઉપલબ્ધ કરાવવામાં આવે.

ગુજરાતમાં તમામ જગ્યા એ આજથી મલ્ટિપ્લેક્સ શરૂ નહીં થાય, કયારે ખુલશે જુઓ ? 4આજથી દેશના 10 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સિલ્વર સ્ક્રીન આજથી જીવંત થશે. દેશની એક અગ્રણી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, PVR સિનેમાના હવાલાથી જણાવ્યું કે, ગુરુવારથી તેના 487 સ્ક્રીન પર ફિલ્મો દેખાડવાની શરૂ થઈ જશે.

Leave a comment

Name*

Website

Comment