Skip links

આ જિલ્લામાં ડેલ્ટા પ્લસ વાઈરસના 30 કેસ મળતાં તંત્ર થઈ ગયુ દોડતું…

Advertisement

નાશિક જિલ્લામાં કોરોના વાઈરસના જીવલેણ મનાતા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ઈન્ફેકશનના ૩૦ કેસ મળી આવતાં જિલ્લા વહીવટીતંત્રએ સાવધાનીના આદેશ આપ્યા છે. ૩૦ દર્દીઓ પૈકીના ૨૮ ગ્રામીણ વિસ્તારોના છે જ્યારે ડેલ્ટાના અન્ય બે ગંગાપુર તથા સાદિકનગરના છે. અનેક દર્દીઓ સિન્નર, યેવલે, નંદગાંવ તથા નિશાડના છે.

આ જિલ્લામાં ડેલ્ટા પ્લસ વાઈરસના 30 કેસ મળતાં તંત્ર થઈ ગયુ દોડતું... 1

વહીવટીતંત્રના સતત સંપર્કમાં રહેલા નાશિક જિલ્લાના પાલકપ્રધાન છગન ભુજબળે કહ્યું હતું કે ૧૫ દિવસ અગાઉ કોવિડના ૧૦૭૬ દર્દીઓના ૧૫૫ સ્વાબ સેમ્પલ ટેસ્ટ માટે નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ વાઈરોલોજી (એનઆઈએ) પુણેને મોકલવામાં આવ્યાંં હતાં. તે પૈકી ૩૦ સેમ્પલ ડેલ્ટા પ્લસના હોવાનું જણાયું હતું. જો કે, આ તમામ ૩૦ દર્દીઓ સાજા થઈ ગયા છે. તેમના સંપર્કમાં આવેલ અન્ય લોકોનો પત્તો લગાવવાની તથા તેમનો સંપર્ક કરવાની કામગીરી વહીવટીતંત્રએ હાથ ધરી છે.

Advertisement

આ જિલ્લામાં ડેલ્ટા પ્લસ વાઈરસના 30 કેસ મળતાં તંત્ર થઈ ગયુ દોડતું... 2

ડેલ્ટા પ્લસ ઘાતક નથી પણ ઝડપથી ફેલાય છે તેથી તેનો ફેલાવો અટકાવવા સાવચેતીનાં તમામ પગલાં લેવાય છે એમ તેમણે ઉમેર્યું હતું. ભુજબળે વધુમાં કહ્યું હતું કે જિલ્લામાં મ્યુકોરમાઈકોસિસના ૫૫ કેસ છે. ૧૯.૮૦ લાખ લોકોને કોવિડની વેક્સિન આપવામાં આવી છે. ત્રીજું મોજું આવે તો માંગને પહોંચી વળવા ૧૩૯ ઓક્સિજન સ્ટેશનો ઉપલબ્ધ છે.

આ જિલ્લામાં ડેલ્ટા પ્લસ વાઈરસના 30 કેસ મળતાં તંત્ર થઈ ગયુ દોડતું... 3

Advertisement

ડેલ્ટા પ્લસના ૩૦ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકો પર નજર રાખવા તથા તેમનામાં કોઈ બીમારીનાં લક્ષણો જણાય તો તેની નોંધ રાખવા જિલ્લા કલેકટર સુરજ મંધારેએ વહીવટીતંત્રને જણાવ્યું છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં લોકસભામાં જણાવ્યું હતું કે ચોથી ઓગસ્ટ સુધીમાં દેશમાં ડેલ્ટા પ્લસના કુલ ૮૩ કેસ નોંધાયા છે. આમાં મહારાષ્ટ્રના ૩૦, મધ્યપ્રદેશના એક તથા તામિલનાડુના દસ કેસનો સમાવેશ થાય છે.

 

Advertisement
Advertisement

Leave a comment

Name*

Website

Comment