Skip links

આજે ભારત-શ્રીલંકા વચ્ચે ની T20 મેચ નહીં રમાય, આ ભારતીય ખેલાડીનો કોરોના આવ્યો રિપોર્ટ આવ્યો પોઝિટિવ…

Advertisement

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે. ભારત પહેલાથી જ ત્યાં 3 મેચોની વનડે સીરિઝ 2-1થી પોતાના નામે કરી ચૂક્યું છે. હાલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરિઝ ચાલી રહી છે. જેમાં પહેલેથી જ ભારત પહેલી મેચ જીતી ચૂક્યું છે. શ્રીલંકાને પહેલી મેચમાં 38 રનેથી હરાવ્યા પછી ભારત આ ટી20 શ્રેણીમાં આગળ ચાલી રહ્યું છે. આ મેચમાં ભુવનેશ્વર કુમાર હીરો બની સાથે આવ્યો હતો. જેણે આ મેચમાં 4 વિકેટ લીધી હતી.આજે ભારત-શ્રીલંકા વચ્ચે ની T20 મેચ નહીં રમાય, આ ભારતીય ખેલાડીનો કોરોના આવ્યો રિપોર્ટ આવ્યો પોઝિટિવ... 1ખેર, ટી20 સીરિઝની બીજી મેચ 27 જુલાઇના રોજ રમાવાની હતી. પણ તેની વચ્ચે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયો છે. તે ટી20 સીરિઝ પણ રમી રહ્યો છે. કૃણાલના કોરોના પોઝિટિવ સામે આવ્યા પછી આજની ટી20 મેચને રદ્દ કરી દેવામાં આવી છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે આજે મંગળવારે બીજી ટી20 મેચ રમાવાની હતી.આજે ભારત-શ્રીલંકા વચ્ચે ની T20 મેચ નહીં રમાય, આ ભારતીય ખેલાડીનો કોરોના આવ્યો રિપોર્ટ આવ્યો પોઝિટિવ... 23 મેચોની ટી20 સીરિઝમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ ચાલી રહી છે. તેણે પહેલી મેચમાં શ્રીલંકાને માત આપી હતી. કૃણાલ પંડ્યાએ આ મેચમાં માત્ર 2 ઓવરની બોલિંગ કરી હતી અને 16 રન આપીને એક વિકેટ લીધી હતી. તો બેટિંગમાં અણનમ 3 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે આ પહેલા વનડે સીરિઝ પર કબ્જો કરી લીધો હતો. શિખર ધવનની કેપ્ટન્સીનાળી ટીમે 3 મેચોની સીરિઝ 2-1થી પોતાના નામે કરી હતી. આ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે પૂર્વ ભારતીય ક્રિકેટ રાહુલ દ્રવિડ શ્રીલંકા પ્રવાસે છે.આજે ભારત-શ્રીલંકા વચ્ચે ની T20 મેચ નહીં રમાય, આ ભારતીય ખેલાડીનો કોરોના આવ્યો રિપોર્ટ આવ્યો પોઝિટિવ... 3પહેલી ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારે જોરદાર બોલિંગ કરી હતી. તતો સૂર્યકુમાર યાદવે પણ પોતાની દાવેદારી નોંધાવી હતી. આ મેચમાં આ બંને ખેલાડીઓ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ભારતીય ટીમ ઈચ્છશે કે પૃથ્વી શો લયમાં આવે જેથી ઈંગ્લેન્ડ પ્રવાસે પણ તે રન કરી શકે. આ ખેલાડીઓની સાથે બંને ટીમો મેદાને ઉતરી શકે છે.આજે ભારત-શ્રીલંકા વચ્ચે ની T20 મેચ નહીં રમાય, આ ભારતીય ખેલાડીનો કોરોના આવ્યો રિપોર્ટ આવ્યો પોઝિટિવ... 4શ્રીલંકાના બે ખેલાડી ભાનુકા અને પથુમ ઈજાગ્રસ્ત થયા છે. શ્રીલંકાએ ભારત સામેની સીરિઝ પહેલાથી જ ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડ્યું છે. એક તો તેમના સીનિયર ખેલાડીઓએ ટીમમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું અને ત્યાર પછી કેપ્ટન અને કોચ વચ્ચેનો ઝઘડો પણ સામે આવ્યો.આજે ભારત-શ્રીલંકા વચ્ચે ની T20 મેચ નહીં રમાય, આ ભારતીય ખેલાડીનો કોરોના આવ્યો રિપોર્ટ આવ્યો પોઝિટિવ... 5શ્રીલંકન ટીમ ભારતથી 1-2થી વન-ડે સીરિઝ હારી ગઈ છે, પરંતુ ત્રીજી વન-ડેમાં જીત મેળવી હતી. શ્રીલંકાના કોચ આર્થરે કહ્યું હતું કે, અમે બધા વિભાગો પર ડિટેઇલમાં કામ કરી રહ્યા છીએ. અમારે બસ થોડી નિરંતરતા અને બેટિંગમાં ઉંડાણ લાવવાની જરૂરિયાત છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ અત્યારે શ્રીલંકા સામે ફૂલ ફોર્મમાં ચાલી રહી છે, ત્યારે જો આ સીરિઝ આખી રદ્દ થાય તો ભારતીય ફેન્સને નિરાસા હાથ લાગશે. કારણ કે ભારતીય ફેન્સને આ T20 સીરિઝ પણ ભારત જીતશે તેનો વિશ્વાસ છે.

Advertisement

Leave a comment

Name*

Website

Comment