Skip links

કોરોનાકાળમાં દરરોજ 56થી વધુ સ્ટાર્ટઅપની નોંધણી

Advertisement

 

દેશમાં સાહસિકતા અને રોજગારને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપ યોજના સફળ સાબિત થઈ રહી છે. જેનાથી દેશભરમાં નવો કારોબાર શરુ થયો છે. જેને સરકાર પણ પ્રોત્સાહન આપી રહી છે. કોરોના મહામારીમાં ભારતમાં સ્ટાર્ટઅપ ખુબ જ ઝડપથી શરુ થઈ રહ્યું છે. જેનો અંદાજો આ વાતથી લગાવી શકાય છે.માત્ર 180 દિવસમાં દેશમાં 10 હજાર સ્ટાર્ટઅપની નોંધણી થઈ છે. સૌથી વધુ ફુડ પ્રોસેસિંગ પ્રોડકેટ ડેવલપમેન્ટ, એપ્લીકેશન ડેવલપમેન્ટ, આઈટી કન્સલટેન્સીના ક્ષેત્રોના સ્ટાર્ટઅપ છે. મહત્વની વાત તો એ છે કે દેશમાં શરુ થયેલા 45 ટકા સ્ટાર્ટએપ એવા છે, જેની કમાન મહિલાના હાથમાં છે.

કોરોનાકાળમાં દરરોજ 56થી વધુ સ્ટાર્ટઅપની નોંધણી 1

Advertisement

સ્ટાર્ટઅપ યોજના શરુ થયાના 808 દિવસમાં જ 10,000થી વધુ સ્ટાર્ટઅપ બની ગયા હતા. આ યોજનાના પ્રથમ વર્ષ 2016-2017માં કુલ 743 સ્ટાર્ટઅપને માન્યતા આપવામાં આવી હતી. ગત્ત વર્ષ 2020-2021માં 16,000થી વધુ સ્ટાર્ટઅપને માન્યતા મળી હતી. જે ભારતમાં સ્ટાર્ટઅપની તેજીને દર્શાવે છે. 2020-21 દરમિયાન સ્ટાર્ટઅપે અંદાજે 1.7 લાખ નોકરીઓ પણ ઉપલબ્ધ કરાવી છે.વડાપ્રધાન નરેન્દ્રમોદીએ 16 જૂન 2016માં સ્ટાર્ટઅપ ઈન્ડિયા ની શરુઆત કરી હતી. આ સ્કીમનો હેતુ સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહન આપવું તેમજ દેશમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતા માટે એક યોગ્ય માહોલ ઉભો કરવાનો હતો.

કોરોનાકાળમાં દરરોજ 56થી વધુ સ્ટાર્ટઅપની નોંધણી 2

ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ સ્ટાર્ટઅપ સ્કીમ માટે નોડલ એજન્સીના રુપમાં કામ કરે છે. 3 જૂન 2021 સુધીમાં ડીપીઆઈઆઈટી તરફથી 50,000 સ્ટાર્ટઅપને માન્યતા આપવામાં આવી હતી. જેમાંથી 19,896 સ્ટાર્ટઅપને 1 એપ્રિલ 2020 બાદ માન્યતા મળી છે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મુજબ કોરોનાકાળમાં ઓનલાઈન કારોબારે જોર પકડ્યું છે.જેનો ફાયદો ટેક સ્ટાર્ટઅપને થયો છે. કોરોનામાં રોકાયેલું ભંડોળ સપ્ટેમ્બર બાદ ફરી શરુ થયું છે. જેનાથી તેમના ગ્રોથને વધારો મળ્યો છે. નાની ઈન્ડસ્ટ્રીઝ કે ઉદ્યોગ-ધંધો પણ ટેકનોલોજીને અપનાવી રહ્યો છે. જેને લઈ ટેક-સ્ટાર્ટઅપનું કામ વધુ વધારી શકે છે.

Advertisement
Advertisement

Leave a comment

Name*

Website

Comment