Skip links

Bollywoodમાં ફેલ થયા આ જાણીતા સ્ટાર્સના બાળકો, સાબિત થયું ટેલેન્ટની થાય છે જીત

Advertisement

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલિવુડમાં જગ્યા બનાવવી એટલી સરળ હોતી નથી. અને આ વાત કોઈ અભિનેતાએ માત્ર જણાવી જ નથી પરંતુ અનેક અભિનેતાએ તેને સાબિત કરી બતાવી છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આવા જ કેટલાંક અભિનેતાઓ વિશે. જેમણે સ્ટાર કિડ્સ હોવા અને કેટલીક સારી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હોવા છતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નિષ્ફળતા મેળવી અને પછી મોટા પરદા પરથી વિદાય લઈ લીધી. બોલિવુડના શાનદાર અભિનેતાઓમાંથી એક એવા નસીરુદ્દીન શાહના નાના પુત્ર વિવાને પોતાની કારકિર્દીની શરૂઆત પ્રિયંકા ચોપરાની સાથે ફિલ્મ સાત ખૂન માફથી કરી હતી. તેના પછી તેણે શાહરૂખખાન સ્ટારર ફિલ્મ હેપ્પી ન્યૂ યરમાં કામ કર્યું. બે મોટા સ્ટાર્સની સાથે કામ કરવા છતાં વિવાનની કારકિર્દીને કોઈ ફાયદો થયો નહીં. તેના પછી તેણે બોમ્બે વેલવેટ અને લાલી કી શાદી મેં લડ્ડૂ દીવાના જેવી ફ્લોપ ફિલ્મો આપી. વિવાનને હાલમાં જ મીરા નાયરની નેટફ્લિક્સ શો અ સૂટેબલ બોયમાં જોવામાં આવ્યો હતો. શેખર સુમન ભલે બોલિવુડનું મોટું નામ ન હોય પરંતુ ટીવી ઈન્ડસ્ટ્રીમાં તેમનું મોટું નામ રહ્યું છે. જોકે તેમના પુત્ર અધ્યયન સુમન એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવી શક્યો નથી. ફિલ્મ હાલ-એ-દિલથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારા અધ્યયને પોતાની કારકિર્દીમાં એકપણ હિટ ફિલ્મ આપી નથી. કેટલીક ફિલ્મો કરવા અને તે ફ્લોપ ગયા પછી અધ્યયન પરદા પરથી ગાયબ થઈ ગયો. પરંતુ તેણે કંગના રનૌત સાથે પોતાના સંબંધ અને બ્રેકઅપના કારણે ચર્ચા મેળવી હતી.

Bollywoodમાં ફેલ થયા આ જાણીતા સ્ટાર્સના બાળકો, સાબિત થયું ટેલેન્ટની થાય છે જીત 1

હેમા માલિની અને ધર્મેન્દ્રની પુત્રી ઈશા દેઓલે પોતાની કારકિર્દીની શરૂઆત કોઈ મેરે દિલ સે પૂછે નામની ફિલ્મથી કરી હતી. જોકે તેને ઓળખ ફિલ્મ ધૂમના આઈટમ નંબરથી મળી. પોતાની કારકિર્દીમાં અનેક ફ્લોપ ફિલ્મ આપી અને કંઈ કમાલ ન કરી શકતા ઈશાએ ફિલ્મી દુનિયાને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો. હવે ઈશા દેઓલ લગ્નજીવનને એન્જોય કરી રહી છે. તે બે દીકરીઓના માતા બની ગઈ છે. સાથે જ તે લેખિકા બની ગઈ છે. તણે અમ્મા મિયા નામની એક પેરેન્ટિંગ બૂક લખી છે. ફરદીન બોલિવુડના કેટલાક ગુડ લુકિંગ અભિનેતામાંથી એક માનવામાં આવતો હતો. ફરદીનના પિતા અને અભિનેતા ફિરોઝ ખાને તેને ફિલ્મ પ્રેમ અગનથી ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ કર્યો હતો. 90ના દાયકામાં પ્રેમ અગન લોકોને ઘણી પસંદ આવી હતી અને ફરદીનને બેસ્ટ ડેબ્યૂનો ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો હતો. જોકે કેટલીક સારી ફિલ્મો પછી ફરદીનની કારકિર્દી ઠપ્પ થઈ ગઈ. તેણે એક પછી એક ફ્લોપ ફિલ્મો આપી અને પછી પરદા પરથી ગાયબ થઈ ગયો.

Advertisement
Advertisement

Leave a comment

Name*

Website

Comment