Skip links

સારા અલી ખાનના ઇન્સ્ટાગ્રામમાં કેટલા મિલિયન ફોલોઅર્સ થયા જાણો….

Advertisement

સારા અલી ખાને અત્યાર સુધીની કારકિર્દીમાં ભલે ઓછી ફિલ્મો કરી હોય , પરંતુ સોશિયલ મીડિયા પર તેના ફેન્સની સંખ્યા વધતી જ જાય છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર તે વધુ સક્રિય રહે છે. તે જ્યારે પણ કોઇ શૂટિંગ કે મુસાફરીએ જતી હોય છે, ત્યારે તેની સાથે જોડાયેલી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. સારાના ઇન્સ્ટાગ્રામ પર ૩૦ મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરી દીધો છે. ઓછા સમયમાં આ સંખઅયા પર પહોચનારી સારા પોતાની પેઢીની એકમાત્ર અભિનેત્રી બની ગઇ છે. સારાએ પોતાની ડેબ્યુ ફિલ્મની સાથે જ ૨૦૧૮માં ઇન્સ્ટાગ્રામ પર સક્રિય થઇ હતી ત્યારથી તેણે આજ સુધીમાં આ ઉપલબ્ધિ મેળવી છે.

સારા અલી ખાનના ઇન્સ્ટાગ્રામમાં  કેટલા મિલિયન ફોલોઅર્સ થયા જાણો.... 1

ઉલ્લેખનીય છે કે, તેની સાથે બોલીવૂડમાં ડેબ્યુ કરનાર કલાકારો સોશિયલ મીડિયા પર આ સ્થાન મેળવી શક્યા નથી. સારાએ ૨૦૧૮થી ફિલ્મ કેદારનાથથી પોતાની કારકિર્દીની શરૂઆક કરી હતી. પ્રથમ ફિલ્મથી જ તે દર્શકો તેમજ બોલીવૂડના માંધાતાઓને આકર્ષવામાં સફળ રહી છે. હાલમાં જ તેની વરુણ ધવન સાથેની ફિલ્મ કુલી નંબર વન ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી.જોકે તેને ખાસ રિસપોન્સ મળ્યો નથી. તે અક્ષય કુમાર સાથે ફિલ્મ અતરંગી રેમાં પણ જોવા મળવાની છે.

Advertisement
Advertisement

Leave a comment

Name*

Website

Comment