Skip links

ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓને નહીં મળે માસ પ્રમોશન..

Advertisement

 

ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન આપ્યા બાદ રીપીટર વિધાર્થીઓ પણ માસ પ્રમોશનની માગ કરી રહ્યા હતા. આ વચ્ચે ધોરણ 10 અને 12ના રીપીટર વિધાર્થીઓની પરીક્ષા યોજવાનો શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડના રીપીટર વિધાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ધોરણ 10 અને 12 રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની બોર્ડની પરીક્ષા 15 જુલાઈના રોજ લેવામાં આવશે. આ અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછીથી જાહેર કરવામાં આવશે.

ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓને નહીં મળે માસ પ્રમોશન.. 1

Advertisement

ધોરણ 10 અને 12ના નિયમિત, રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની બોર્ડની પરીક્ષા પહેલી જુલાઈના રોજ લેવાનો નિર્ણય સરકારે દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાની સ્થિતિને જોઈને પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Gujarat માં ધોરણ 10ના વિધાર્થીઓનું જાણો કઈ તારીખ સુધી જાહેર થઇ શકે છે પરિણામ

બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32 હજાર 400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા હતા.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં હાલની કોરોના સ્થિતિને જોતા બોર્ડ દ્વારા રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે રાજ્યમાં ધોરણ 10 અને 12 ના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા 15 જુલાઈથી પરીક્ષાઓ શરૂ થશે.

Advertisement

પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ અગાઉ 1 જુલાઈએ ધોરણ 10 અને 12 ના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા લેવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. આખરે આજે શિક્ષણ વિભાગે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી અને 15 જુલાઈ ગુરૂવારથી પરીક્ષાઓ લેવામાં આશે.

 

Advertisement
Advertisement

Leave a comment

Name*

Website

Comment