ના ડીજે, ના દોસ્તો, ફક્ત પરિવાર સાથે જ ઉજવી શકાશે ઉત્તરાયણ :
રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. ત્યારે ઉત્તરાયણની ખરીદી તેમજ પતંગ-દોરાની વેચાણ પર પ્રતિબંધની માગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં પક્ષકાર તરીકે જોડાવવા માટે ગુજરાતના પતંગ ઉત્પાદકોના એસોએસિએશને હાઇકોર્ટમાં પિટિશન કરી છે.
તેમની માગણી છે કે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો લોકોની જીવાદોરીનો આધાર ઉત્તરાયણના તહેવારની ઉજવણી છે. તેથી હાઇકોર્ટે ઉજવણી કે પતંગ-દોરાના વેચાણ પર પ્રતિબંધ ન ફરમાવવો જોઇએ.
આ કેસની આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે સરકારે કોર્ટમાં માર્ગદર્શિકા રજૂ કરી હતી.
જાહેર થયેલ નિયમો :
- મેદાન કે રસ્તા પર ઉત્તરાયણ મનાવી શકાશે નહીં.
- પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર રહી શકશે નહીં.
- ટેરસ કે અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ શકશે નહીં.
- જો નિયમોનું ઉલ્લંઘન થયું તો ચેરમેન-સેક્રેટરી સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
- રાયપુર ટંકશાળ અને નરોડા જેવા પતંગ બજારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.
- ચાઈનીઝ તુક્કલ અને ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ.
- માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે.
- કોઈપણ સોસાયટીના ધાબે બહારના વ્યક્તિઓને પ્રવેશ પર રોક લગાવવામાં આવશે.
ઉત્તરાયણને લઇને તૈયાર થયો 108નો એકશન પ્લાન :
ઉત્તરાયણને લઇને 108 દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે
જેમાં 108ના કર્મચારીઓ ઉત્તરાયણના દિવસે તૈનાત રહેશે. કુલ ૬૨૨ જેટલી એમ્બ્યુલન્સ વિવિધ જિલ્લાઓમાં કાર્યરત રહેશે.
આ સાથે પક્ષીઓની મદદ માટે કરુણા અભિયાનમાં ૫૦થી પણ વધુ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવશે.