Skip links

કમાણીમાં બધા પર છે ભારી નોરા ફતેહી,જાણો એન્ડોર્સમેન્ટ અને આઇટમ ગીતોથી એકત્ર કર્યા કેટલા કરોડ??

Advertisement

 

બોલિવૂડ ની બહેતરીન અભિનેત્રી નોરા ફતેહી એ આજે ​​ભારતમાં પોતાનું નામ બનાવી લીધુ છે. અભિનેત્રી તેમના આઈટમ નંબર ગીતો માટે ખૂબ પ્રખ્યાત છે. નોરાનો જન્મ કેનેડામાં થયો હતો. જ્યાં તેમની સ્ટાઇલ જોઈને તેમના ચાહકો તેમના દિવાના થઈ જાય છે. નોરા ફતેહીએ હાર્ડી સંધુનું ગીત ‘ક્યા બાત હૈ’ થી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.આ ગીતમાં નોરાના નખરાંઓને જોઈને દરેક તેમના દિવાના થઈ ગયા હતા, અભિનેત્રીનું આ ગીત જેવું હિટ બન્યું કે તરત જ તે ટી-સિરીઝના ઘણા ગીતોમાં દેખાવા લાગી. નોરાને ઘણી વાર બેસ્ટ ડાન્સરનો એવોર્ડ પણ મળ્યો છે.

કમાણીમાં બધા પર છે ભારી નોરા ફતેહી,જાણો એન્ડોર્સમેન્ટ અને આઇટમ ગીતોથી એકત્ર કર્યા કેટલા કરોડ?? 1

Advertisement

નોરા ફતેહી એક ગીતમાં કામ કરવા માટે 40 લાખ રૂપિયા લે છે. આ બોલિવૂડ અને પંજાબ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કોઈપણ મોડેલ કરતા વધારે છે. એટલું જ નહીં, અભિનેત્રીનું ગીત ‘ગર્મી’ જેવું જ સોશિયલ મીડિયા પર હીટ બની ગયું હતું. તેમણે તેમની ફી વધારી દિધી હતી.સોશિયલ મીડિયા પર બ્રાન્ડની જાહેરાત કરવા માટે નોરા 5 લાખ રૂપિયા લે છે. ચાલો તમને જણાવી દઈએ કે, આટલા ટૂંકા ગાળામાં નોરાએ બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે જેમાં વરુણ ધવન, શ્રદ્ધા કપૂર , નેહા કક્કર અને જોન અબ્રાહમ નો સમાવેશ થાય છે.

કમાણીમાં બધા પર છે ભારી નોરા ફતેહી,જાણો એન્ડોર્સમેન્ટ અને આઇટમ ગીતોથી એકત્ર કર્યા કેટલા કરોડ?? 2

નોરા આજે બોલીવુડની સૌથી ડિમાન્ડમાં રહેવા વાળી અભિનેત્રી બની ચુકી છે. જેના કારણે તેમને સતત ઘણું કામ મળે છે. અભિનેત્રીની નેટવર્થ 1.5 મિલિયન ડોલરની નજીક છે. જેને આપણે રૂપિયામાં જોવા જઈએ તો આ રકમ 12 કરોડ રુપયા થાય છે. જ્યાં અભિનેત્રી સતત ચર્ચામાં બની રહે છે અને કામ કરતી રહે છે. નોરા દર વર્ષે 2 કરોડ રુપયાની કમાણી કરે છે. તાજેતરમાં જ તેમણે એક ફિલ્મનું શૂટિંગ પણ કર્યું છે. જેના કારણે હવે અભિનેત્રીની કમાણી દર વર્ષે વધી રહી છે.

Advertisement
Advertisement

Leave a comment

Name*

Website

Comment