Skip links

અમદાવાદ માં ફરી રસ્તા પર દોડવા લાગી AMTS-BRTS

Advertisement

 

શહેરમાં કોરોનાનો કહેર ઘટતા AMTS-BRTS બસ ફરી ચલાવવાનો નિર્ણય કર્યો હતો. શનિવારે બસ ફરી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લા 3 મહિનાથી વધુ સમયથી બસનું સંચાલન સંચાલન બંધ હતું. ત્યારે આજથી AMTS-BRTS બસ ફરી શરૂ થશે. બસને પહેલા સૅનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. AMTS-BRTS બસોમાં 50 % મુસાફરોને જ બેસાડવામાં આવશે. શહેરમાં સીટી બસ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી જ ચાલું રહેશે. હાલ 50 % બસો જ ચાલુ કરવામાં આવશે. બસોને સેનિટાઇઝ સહિતની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદ માં ફરી રસ્તા પર દોડવા લાગી AMTS-BRTS 1

Advertisement

વેપાર ધંધા શરૂ થતાં લોકોને પરિવહનના સાધનની જરૂર હોવાથી AMTS-BRTS ચાલુ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ મુસાફરોએ પણ મુસાફરી દરમિયાન કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવુ પડશે. બસના કર્મચારી નિયમ ભંગ કરશે તો 200 રૂપિયા દંડ કરવામાં આવશે. તો બીજી તરફ મુસાફરોને નક્કી કરેલ સ્ટેશનની જ ટિકીટ આપવામાં આવશે.AMTSને આશરે 12 કરોડ જ્યારે BRTSને 9 કરોડની આસપાસ નુકસાન થયું છે. સાથે જ કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઇવર્સ અને કંડકટર્સની રોજગારી ઉપર પણ અસર થઇ છે. જે સરકારે રાજયના તમામ શહેરોમાં પચાસ ટકા ક્ષમતા સાથે શહેરીબસ સેવા શરૂ કરવા ગાઈડલાઈન આપી દીધી છે.

અમદાવાદ માં ફરી રસ્તા પર દોડવા લાગી AMTS-BRTS 2
કોરોના પહેલા AMTSમાં અંદાજે 5 લાખ લોકો મુસાફરી કરતા હતા. તેથી AMTSની રોજની આવક 25 લાખની આસપાસ થતી હતી. કોરોના મહામારી શરૂ થતા મુસાફરોની સંખ્યામાં 50 % જેટલો ઘટાડો નોંધાયો હતો. તેથી અઢી લાખ લોકો જ બસનો ઉપયોગ કરતા હતા.

Advertisement
Advertisement

Leave a comment

Name*

Website

Comment